Western Times News

Gujarati News

ઝી એન્ટ.-સોની પિક્ચર્સના એમડી તરીકે ગોએન્કા રહેશે

નવી દિલ્હી, ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ ઈન્ડિયા વચ્ચે મર્જર ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પુનીત ગોએન્કા મર્જર પછી પણ ઝેડઈઈએલના એમડીઅને સીઈઓતરીકે ચાલુ રહેશે. બંને કંપનીઓના મર્જર બાદ સોનીનો હિસ્સો ૫૦.૮૬% થઈ જશે. બંને કંપનીઓના મર્જર પછી એસ્સેલ ગ્રુપનો હિસ્સો ૩.૯૯% થઈ જશે. બાકીના પબ્લિક શેરહોલ્ડરો પાસે ૪૫.૧૫% હિસ્સો રહેશે.

ઝેડઈઈએલઅને સોની પિક્ચર્સ ઈન્ડિયાની મર્જર ડીલ પુરી થઈ ગઈ છે. ઝેડઈઈએલઅને સોની પિક્ચર્સ ઈન્ડિયા વચ્ચે મર્જર ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. ઝેડઈઈએલઅને સોની પિક્ચર્સ મર્જર ડીલને બોર્ડની મંજૂરી મળી ગઈ છે. મહત્ત્વનું છેકે, મર્જર બાદ પણ પુનિત ગોયન્કા ઝેડઈઈએલના એમડીઅને સીઈઓપદે યથાવત રહેશે. મર્જર બાદ સોની ગ્રુપ પાસે ૫૦.૮૬% હિસ્સો રહેશે. જ્યારે મર્જર બાદ એસ્સેલ ગ્રુપ પાસે ૩.૯૯% હિસ્સો રહેશે.

બાકી પબ્લિક શેર હોલ્ડર્સ પાસે ૪૫.૧૫% હિસ્સો રહેશે. એટલું જ નહીં સોની પ્રમોટર ગ્રુપ સાથે નૉન કંપીટ એગ્રીમેન્ટ સાઈન કરાશે. બોર્ડમાં વધારે સભ્યો સોનીની તરફથી નામિત કરવામાં આવશે. આ નવી ડીલ અંતર્ગત હવેથી પ્રમોટર્સની પાસે અધિકતમ ૨૦ % સુધીનો હિસ્સો રાખવાનો અધિકાર હશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈનમેન્ટ ૪૭.૦૭ ટકા હિસ્સો ધરાવશે. સોની પિક્ચર્સનો હિસ્સો ૫૦.૮૬% રહેશે. મર્જર કંપનીને પણ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે. આ સાથે, સોની પ્રમોટર ગ્રૂપ સાથે બિન-સ્પર્ધાત્મક કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.

મર્જર અને નવા રોકાણ પછી હિસ્સો કેવી રીતે બદલાશે?વર્તમાન પરિસ્થિતિમાં ઝેડઈઈએલના શેરધારકોનો હિસ્સો ૬૧.૨૫% રહેશે.૧૫૭.૫ કરોડ ડોલરના રોકાણ પછી હિસ્સામાં ફેરફાર થશે.રોકાણ પછી, ઝેડઈઈએલના રોકાણકારોનો હિસ્સો લગભગ ૪૭.૦૭% હશે.સોની પિક્ચર્સના શેરધારકો ૫૨.૯૩% હોવાનો અંદાજ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.