Western Times News

Gujarati News

બાળકોના ઈન્સ્ટા એકાઉન્ટ હેક કર્યાનો પ્રિયંકાનો આરોપ

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા આરોપો-પ્રત્યારોપોનો દોર ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધીએ યુપી સરકાર પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રિયંકાના કહેવા પ્રમાણે તેના બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રિયંકાએ કટાક્ષ કર્યો હતો કે, સરકાર પાસે બીજું કોઈ કામ નથી શું? ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં હાલ ફોન ટેપિંગનો મામલો ગરમાયેલો છે.

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એવો દાવો કર્યો હતો કે, યુપી સરકાર તેમના ફોન ટેપ કરે છે અને સીએમ યોગી તેમના ફોનની વાતચીત સાંભળે છે. પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના આજના (મંગળવારના) કાર્યક્રમ અંગે પણ કટાક્ષ કર્યો હતો. વડાપ્રધાન મોદી આજે પ્રયાગરાજ ખાતે મહિલા સશક્તિકરણ સંમેલનમાં સામેલ થયા હતા.

પ્રિયંકા ગાંધીએ તે અંગે કહ્યું કે, ‘છોકરી છું, લડી શકું છું’ના કારણે આજે વડાપ્રધાને મહિલાઓ માટે કામ કરવું પડી રહ્યું છે. પ્રિયંકાએ કહ્યું કે, મહિલાઓ જાગી ગઈ છે અને વડાપ્રધાન આ દેશની શક્તિ સામે નમી ગયા છે. આ ઉત્તર પ્રદેશની મહિલાઓનો વિજય છે જેને લઈ પોતે ખૂબ જ ખુશ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.