Western Times News

Gujarati News

યુવતી લોકોના ખાવાનો અવાજ સાંભળી ગુસ્સે થઈ જાય છે

નવી દિલ્હી, જમતી વખતે મોઢામાંથી અવાજ નીકળતો હોય તો તેને ખરાબ મેનર્સ માનવામાં આવે છે. ઘણા લોકોને આવો અવાજ પસંદ નથી. તેઓ આવા અવાજથી ચિડાઈ જાય છે. લોબ્રિટનની લુઇસ લેન્સબરી નામની મહિલાને લોકો સાથે ખાવાની એલર્જી છે. તેને લોકોના ખાવાનો અવાજ પસંદ નથી.

આવી વિચિત્ર તકલીફ સાંભળી તમને આશ્ચર્ય થશે. પણ લુઈસ આ સમસ્યાના કારણે પરેશાન છે. જ્યારે પણ તે સમારંભ અથવા પાર્ટીમાં હોય ત્યારે તેને અવાજ સંભળાય નહીં તે માટે કાન પર હેડફોન પહેરી દે છે. જ્યારે કોઈ ચાવતી વખતે અવાજ કરે, ત્યારે લુઇસ ગુસ્સે થવા લાગે છે. લુઇસ લેન્સબરીની આ સમસ્યા માટે એક વિચિત્ર રોગ જવાબદાર છે. તેને મિસોફોનિયા નામનો ડિસઓર્ડર છે. જેના કારણે તેને આવા અવાજાે પ્રત્યે તકલીફ ઉભી થાય છે.

આ વિચિત્ર સમસ્યા દર ૫માંથી ૧ લોકોની અંદર જાેવા મળે છે. તે એક પ્રકારનો ફોબિયા છે, જે વ્યક્તિના કાનમાં અમુક અવાજાે આવે કે તરત જ તેના તણાવ અને ગુસ્સામાં વધારો કરે છે. લોકો ચાવતી વખતે અવાજ કરે ત્યારે લુઇસ ચિડાઈ જાય છે. તેને આવા અવાજથી ગુસ્સો આવે છે.

તેનો પરિવાર તેની આ તકલીફથી સારી રીતે વાકેફ છે. લુઇસ સામાન્ય જીવન જીવે છે, તેથી તેને દરરોજ વિવિધ અવાજાેમાં સાંભળવા મળે છે. તેને લોકોના ચાવવાના અવાજથી જ તકલીફ છે. અન્ય કોઈ બાબતમાં એટલી મુશ્કેલી પડતી નથી. તે હંમેશાં અવાજ પ્રત્યે સંવેદનશીલ રહી છે, પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં તેને ખાવાના અવાજ પ્રત્યે ગુસ્સો આવવા લાગ્યો છે. ધ સનના અહેવાલ મુજબ, લુઇસ ઘણીવાર આ પરિસ્થિતિઓથી બચવા માટે લોકો સાથે ખાવાનું ટાળે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.