Western Times News

Gujarati News

અરબી સમુદ્રમાં જહાજમાંથી હથિયારોનો જથ્થો પકડી પડાયો

વૉશિંગ્ટન, અરબી સમુદ્રમાં અમેરિકન નૌ સેનાએ એક જહાજ પર સંતાડીને લઈ જવાતો મોટો હથિયારોનો જથ્થો પકડી પાડ્યો છે. નૌસેનાના પાંચમા કાફલો પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે માછલી પકડતી એક બોટની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી.

આ બોટ પર કોઈ દેશનો ઝંડો નહોતો અને તેનુ રજિસ્ટ્રેશન પણ નહોતુ.અમેરિકન નૌસેનાના જવાનોએ તેની તલાશી લીધી ત્યારે તેમાંથી અધધ..૧૪૦૦ એકે-૪૭ અને ૨.૨૬ લાખ રાઉન્ડ ગોળીઓ મળી હતી.

નૌસેનાએ કહ્યુ હતુ કે, અરબ સાગરમાં લાગુ પડતા આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે દરેક જહાજે પોતાના દેશનો ધ્વજ ફરકાવવાનો હોય છે.જાેકે આ બોટ પર કોઈ ધ્વજ નહોતો.બોટ પરથી પકડાયેલા પાંચ ક્રુ મેમ્બરો યમન દેશના હોવાનુ જાણવા મળ્યુ છે.આ લોકોને તેમના દેશ પાછા મોકલી દેવામાં આવશે.

આ હથિયારોનો જથ્થો યમનમાં સક્રિય હૂતિ બળવાખોર જૂથને મોકલવામાં આવી રહ્યો હતો.યમનનુ આ આતંકી જૂથ ઈરાનના સહયોગથી આતંક મચાવી રહ્યુ છે અને સાઉદી અરબ પણ તેમની સામે લડાઈ લડી રહ્યુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.