Western Times News

Gujarati News

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

ચંડીગઢ, આમ આદમી પાટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. યાદીમાં ૧૮ ઉમેદવારોનાં નામ છે. આમ આદમી પાર્ટીએ સુલતાનપુર લોધીથી સજ્જન સિંહ ચીમા, ફિલૌરથી પ્રિન્સિપાલ પ્રેમ કુમાર, હોશિયારપુરથી પંડિત બ્રહ્મશંકર ઝિમ્પા, અજનાલાથી કુલદીપ સિંહ ધાલીવાલ, અટારીથી જસરવિંદર સિંહ, જલાલાબાદથી જગદીપ ગોલ્ડી કંબોજ, લુધીયાના સેન્ટ્રલથી અશોક ‘પપ્પી’ પ્રસાર, નાં ઉમેદવાર બનાવ્યા છે.

આ સિવાય ખેમકરનથી સર્વન સિંહ ધૂન, શ્રી આનંદપુર સાહિબથી હરજાેત સિંહ બેન્સ, બાબા બક્કાલાથી દલબીર સિંહ ટોંગ, સર્દુલગઢથી ગુરપ્રીત સિંહ બનાવલી, સતરાણાથી કુલવંત સિંહ બાજીગર, છબ્બેવલથી હરમિંદર સિંહ સંધુ, બાલાચૌરથી સંતોષ કટારિયાર, બાઘા પુરાણાથી અમરિન્દર સિંહ સુખાનંદ, ભુચો મંડીમાંથી મસ્ટર જગસીર સિંહ, જૈતુથી અમોલક સિંહ, પટિયાલા ગ્રામીણથી ડૉ.બલવીર સિંહને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા ૧૦ ડિસેમ્બરે AAPએ ૩૦ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી.

આ યાદીમાં પઠાણકોટ વિધાનસભા બેઠક પરથી વિભૂતિ શર્મા, ગુરદાસપુરથી રમણ બહેલ, દીના નગરથી શમશેર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કાદિયાન વિધાનસભા બેઠક પરથી જગરૂપ સિંહ શેખાવન, બટાલાથી શેરી કલસી, ફતેહગઢ ચૂરિયનથી બલબીર સિંહ પન્નુ, અમૃતસર ઉત્તરથી કુંવર વિજય પ્રતાપ, અમૃતસર દક્ષિણથી ડૉ. ઈન્દરબીર સિંહ નિજ્જર, પટ્ટીથી લાલજીત સિંહ ભુલ્લર, કરતારપુરથી ડીસીપી બલકાર સિંહ, શામ ચૌરાસીથી ડૉ. રાવજાેત સિંહ, નવા શહેરથી લલિત મોહન ‘બલ્લુ’ પાઠક, ખરારથી અનમોલ ગગન માન અને લુધિયાણા પૂર્વમાંથી દલજાત સિંહ ‘ભોલા’ ગ્રેવાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

પાર્ટીએ આતમ નગરથી કુલવંત સિંહ સિદ્ધુ, પાયલથી માનવવિંદર સિંહ જ્ઞાસપુરા, ઝીરાથી નરેશ કટારિયા, શ્રીમુક્તસર સાહિબથી જગદીપ સિંહ ‘કાકા’ બરાર, ફરીદકોટથી ગુરદિત સિંહ શેખાન, રામપુરા ફૂલથી બલકાર સિંહ સિદ્ધુ, રાજપુરાથી નીના મિત્તલ, સિનૌરથી હરમીત સિંહ પઠાણમાજરા, સામનાથી ચેતન સિંહ જાેરમાજરા, લુધિયાણા ઉત્તરથી મદન લાલ બગ્ગા, ગિલથી જીવન સિંહ સંગોવાલ, લાંબીથી ગુરમીત સિંહ ખુડિયાન, ગણૌરથી ગુરલાલ ઘનૌર, ભદૌરથી લાભ સિંહ ઉગ્યોક, ભોઆથી લાલચંદ કટરુચક અને જંડિયાલાથી હરભજન સિંહને ટિકિટ આપવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.