Western Times News

Gujarati News

પરિણીતી ચોપરા કન્ટેસ્ટન્ટની આપવીતી સાંભળીને રડી પડી

મુંબઈ, ડાન્સ રિયાલિટી શૉ હોય કે સિંગિંગ રિયાલિટી શૉ હોય, દરેક પ્લેટફોર્મ પર એવા કન્ટેસ્ટન્ટ્‌સ આવતા હોય છે જેમણે ઘણો સંઘર્ષ કર્યો હોય છે. આ લોકો જ્યારે સ્ટેજ પર આવીને પોતાનો અનુભવ શેર કરે છે તો હાજર લોકો અને જજ પણ ભાવુક થઈ જાય છે. ઈન્ડિયન આઈડલના સેટ પર નેહા કક્કર ઘણી ભાવુક થઈ જતી હતી અને પડી પડતી હતી.

આને કારણે નેહાને લોકોએ ટ્રોલ પણ કરી હતી. પરંતુ ઘણીવાર કન્ટેસ્ટન્ટ્‌સની આપવિતી એટલી દુઃખદ હોય છે કે કોઈની પણ આંખમાં આંસુ આવી જાય. તાજેતરમાં એક નવો રિયાલિટી શૉ શરુ થયો છે, જેનું નામ છે હુનરબાઝ- દેશ કી શાન. આ શૉમાં પરિણીતી ચોપરા જજ છે. અને એક કન્ટસ્ટન્ટની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને તે એટલી ભાવુક થઈ ગઈ કે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

વૂટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ભાવુક કરનારો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમ જાેવા જઈએ તો આ શૉ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્જ જેવો જ છે.

અહીં દરેક કન્ટેસ્ટન્ટ ગ્રુપ અથવા સોલો પર્ફોમન્સ આપે છે અને પોતાના ટેલેન્ટને રજૂ કરે છે. જે પર્ફોમન્સ જજને પસંદ આવે છે તેમને આગળના રાઉન્ડ માટે સિલેક્ટ કરવામાં આવે છે. કન્ટેસ્ટન્ટ જજ અને દર્શકોને જણાવે છે કે તેઓ ક્યાંથી આવે છે, શું કરે છે અને અહીં સુધી પહોંચવાની તેમની જર્ની કેવી હતી.

પ્રોમો અનુસાર, એક કન્ટેસ્ટન્ટ સ્ટેજ પર આવીને સ્ટંટ કરે છે, જે જાેઈને જજની આંખો પહોળી થઈ જાય છે. મિથુન ચક્રવર્તીએ પણ તેના માટે તાળીઓ વગાડી. ત્યારપછી મુંબઈ આવ્યા પછીની સ્ટ્રગલ સ્ટોરી તેણે સંભળાવી. તેણે કહ્યું કે, મુંબઈ આવીને ઘણો સંઘર્ષ કર્યો, રહેવા માટે કોઈ સ્થળ નહોતું.

ઝાડ પાસે રહેતો હતો. ભગવાનને કહેતો હતો કે કોઈ તો જમવાનું એક વાર પૂછે, નહીં તો મને ઘરે પાછા જવાના પૈસા આપે કોઈ. આ સાંભળીને પરિણીતી ચોપરા ખૂબ રડે છે. કરણ જાેહર તેને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. તે રડતી રડી કહે છે કે, આ પ્રકારના સારા અને સાચા લોકોને જાેઈને મારું દિલ તૂટી જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.