Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ૬ મહિનામાં થયા ૨૩ વાઘના મોત નિપજયાં

મુંંબઇ, મહારાષ્ટ્ર વિધાનસભામાંથી વાઘના મોતના આંકડા પર ઉઠી રહેલા સવારો પર સીએમ ઉદ્ધવ ઠાકરેએ લિખીતમાં જવાબ આપતા કહ્યું છે કે, પ્રદેસમાં છેલ્લા ૬ મહિનામાં ૨૩ વાઘના મોત થયા છે. જેમાં જાન્યુઆરી ૨૦૨૧થી લઈને જૂલાઈન ૨૦૨૧ દરમિયાન રાજ્યમાં ૨૩ વાઘના મોત થયા છે.

૨૩ વાઘમાંથી પ્રાકૃતિક કારણોથી ૧૫, રેલ દુર્ઘટનામાં ૧, ઝેરના ઉપયોગથી ૪, કરંટ લાગવાથી ૧, શિકાર કરવામાં ૨ વાઘના મોત થયા છે. આવી રીતે કુલ ૨૩ વાઘના મોત થયા છે. આ ૨૩ વાઘમાં ૧૫ વયસ્ક વાઘ હતા. તો વળી જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં વાઘે ૩૯ લોકોનો જીવ પણ લીધો છે.

હકીકતમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ લિખિત જવાબમાં વાઘથી માણસોના મોત પર સવાલ કર્યો હતો. એક જાન્યુઆરીથી ૩૦ સપ્ટેમ્બરની વચ્ચે માનવ અને જાનવરોની વચ્ચે થયેલા સંઘર્ષમાં રાજ્યમાં ૬૫ લોકોના મોત થયા છે. તેમાંથી ૩૯ મોત ફક્ત વાઘના હુમલાથી થયા છે. તો વળી ગત વર્ષે ૧ જાન્યુઆરી ૨૦૨૦થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ની વચ્ચે ૬૧ લોકોના મોત થયા છે. જેમાંથી વાઘથી ૩૧ લોકોના મોત થયા હતા.

મહારાષ્ટ્ર સરકારે લેખિત જવાબમાં જણાવ્યું છે કે, જંગલી જાનવરોના હુમલાથી માર્યા ગયેલા લોકોના પરિજનોને ૧૫ લાખની આર્થિક સહાયતા કરવામાં આવે છે. તો વળી ઝેરનો ઉપયોગ કરીને વાઘની હત્યા કરનારા આરોપીની ધરપકડ પણ થઈ છે. જાે કે, હજૂ પણ શિકાર કરનારા લોકોની શોધ ચાલુ છે.

અહીં ઉલ્લેખનીય છે કે, વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તેમ છતાં ફણ ભારતમાં વર્ષે દહાડે ૨૦૧૦માં વિલુપ્ત થવાની કગાર પર આવી ગયા હતા. ત્યારે આવા સમયે ભારતનો સૌથી મોટો ટાઈગર રિઝર્વ નાગાર્જૂન સાગર શ્રીશૈલમ છે જ્યારે દેશનો સૌથી નાનો ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં છે. હાલમાં ૨૯ જૂલાઈએ સમગ્ર દુનિયામાં ઈંટરનેશનલ ટાઈગર ડે મનાવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.