Western Times News

Gujarati News

ઓમિક્રોનના ૧૧% કેસ વધતા WHOએ ચિંતા વ્યક્તિ કરી

જીનેવા, દુનિયાભરમાં ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પાછલા એક અઠવાડિયામાં સંક્રમણમાં ૧૧ ટકાનો વધારો થયો છે. આ બધા વચ્ચે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ઓમિક્રોન વેરિયન્ટથી ઉભો થયેલો ખતરો હવે વધી રહ્યો છે.

ઓમિક્રોના કારણે દુનિયાના ઘણાં દેશોમાં કોરોનાા કેસ ઝડપથી વધી રહ્યા છે. WHOએ કહ્યું કે જે દેશોએ ડેલ્ટા વેરિયન્ટને પાછળ છોડી દીધો હતો ત્યાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. WHOએ પોતાના અઠવાડિયાના અપડેટ્‌સમાં કહ્યું છે કે, નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને ખતરો હજુ ઘણો વધારે છે.

સતત આવી રહેલા રિસર્ચ એ જણાવે છે કે ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતા ઝડપથી ફેલાઈ રહ્યો છે અને માત્ર બે-ત્રણ દિવસમાં તે બમણો થઈ જાય છે. આ ઝડપનું કારણ એ છે દુનિયાના ઘણાં દેશોમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

આ દેશોમાં બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે જેણે અગાઉના વેરિયન્ટ ડેલ્ટાને પણ પાછળ છોડી દીધો છે. જાેકે, દુનિયાની એજન્સીઓએ રાત આપતી ખબર જણાવી છે કે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસ ૨૯% ઘટ્યા છે. દક્ષિણ આફ્રિકામાં જ સૌથી પહેલા ૨૪ નવેમ્બરે ઓમિક્રોન વેરિયન્ટ જાેવા મળ્યો હતો.

જેમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને ડેનમાર્કથી આવતા શરુઆતના આંકડા એ દર્શાવે છે કે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન સંક્રમણ હોસ્પિટલ જવાનો ખતરો ઓછો છે. આ બધાની વચ્ચે ચીનમાં પાછલા ૨૪ કલાકમાં ૨૦૦ નવા કોરોના કેસ નોંધાયા છે, જે લગભગ ૨૦ મહિનામાં સૌથી મોટી દૈનિક વૃદ્ધિ છે. આ માહિતી ગ્લોબલ ટાઈમ્સે આપી છે. ૧૫૦ કેસ શાંક્સી પ્રાંતની રાજધાની શીઆનમાં નોંધાયા છે.

૯ ડિસેમ્બરથી સોમવાર સુધી શીનમાં પુષ્ટી કરાયેલા કેસની કુલ સંખ્યા ૬૩૫ હતી. શીઆને સોમવારે ૧૨ મિલિયન લોકો ઘરે ન્યુક્લિક એસિડ ટેસ્ટની એક નવી પદ્ધતિ અપનાવી છે, અને પોતાના તમામ નાગરિકોને પરિણામની સ્પષ્ટતા જાણવા માટે ઘરે રહેવા માટે જણાવાયું છે, આ માટે લોકડાઉન કડક કરી દેવાયું છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ૨૩ ડિસેમ્બરથી શહેર બંધ છે, પરંતુ દરેક પરિવાર દૈનિક જરુરિયાત માટેની ખરીદી કરવા માટે બે દિવસમાં એકવાર એક વ્યક્તિ બહાર જઈ શકે છે.

કોવિડનો પ્રકોપ ચીનના ઘણાં શહેરોમાં ફેલાયેલો છે, જેમાં ડોંગગુઆન, ગ્વાંગડોંગ સહિત અન્ય શહેરોનો સમાવેશ થાય છે, અહીં વિન્ટર ઓલિમ્પિક ૪ ફેબ્રુઆરીથી શરુ થવાનો છે.

બ્રિટનમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૮.૫૧૫ કેસ સામે આવ્યા છે, જેની સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧.૨ કરોડ થઈ ગઈ છે. આ આંકડો સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા શેર કરાયો છે. દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૪૩ લોકોના મોત થયા છે, જેમની સાથે મૃત્યુઆંક વધીને ૧,૪૮,૦૦૩ થઈ ગયો છે.

સોમવારે જારી કરાયેલા આંકડા પ્રમાણે ક્રિસમસના દિવસે ઈંગ્લેડન્ડમાં કોરોનાના કેસની અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા રહી હતી. એક દિવસ અગાઉ નોંધાયેલા ૧,૦૭,૦૫૫ કેસ પછી ૨૫ ડિસેમ્બરે ૧,૧૩,૬૨૮ નવા કેસ નોંધાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.