Western Times News

Gujarati News

કોંગ્રેસ સરકાર જાે સત્તા પર આવશે તો ૫ લાખ ગરીબોને રોજગારી આપશે: સિધ્ધુ

ચંડીગઢ, પંજાબમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. નવજાેતસિંહ સિદ્ધુએ ચૂંટણીસભામાં એક મોટું એલાન કર્યું છે. આ ચૂંટણીસભામાં તેમણે એવો વાયદો કર્યો કે, કોંગ્રેસ સરકાર જાે સત્તા પર આવશે તો ૫ લાખ ગરીબોને રોજગારી આપશે. જાે આવું ન થયું તો તેઓ રાજકારણ છોડી દેશે. ફગવાડામાં કોંગ્રેસના ધારાસભ્ય બલવિંદરસિંહ ધાલીવાલના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બાદ ચૂંટણસભાને સંબોધતા સિદ્ધુએ આ વાત કહી હતી.

આ સાથે પંજાબ કોંગ્રેસના નેતાએ પંજાબમાંથી માફિયારાજ સંપૂર્ણ રીતે ખતમ કરવાની પણ વાત કહી છે. રેલી દરમિયાન સિદ્ધુએ ભાજપ પર શાબ્દિક વાર કરતા કહ્યું કે, જલંધરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કાર્યાલય પાંચ વર્ષ સુધી ખોલ્યું નથી. કારણ કે પક્ષના નેતાઓને ખબર હતી કે, ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડશે.

કોંગ્રેસ અધ્યક્ષે એવું પણ કહ્યું કે, ડરાવી ધમકાવીને અને ઈડીની બીક બતાવીને ભાજપ બીજી પાર્ટીઓના નેતાઓને પોતાના પક્ષમાં સામિલ કરી શકે છે. અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલ પર નવજાેતસિંહ વરસી પડ્યા હતા.

સિદ્‌ઘુએ લોકોને યાદ અપાવતા એવું પૂછ્યું હતું કે, માતાચંદ કૌરની હત્યા કોણે કરાવી હતી? અકાલીદળ યુથ વિંગે દીકરી સાથે આવીને એક પોલીસકર્મીને મારીને નારેબાજી કોણે કરાવી?જલંધરનમાં જનમેજાજી હત્યા કોણે કરાવી? બીજી તરફ કોંગ્રેસ નેતા સિદ્ધુના ઘરની બહાર ઈજાગ્રસ્ત અમદીપ કૌર સાથે ભાજપના નેત્રી અને કેન્દ્રીય રાજ્યમંત્રી મિનાક્ષી લેખી સાથે મુલાકાત કરી છે. લેખીએ કહ્યું કે, આ એક દુઃખદ ઘટના છે.

આ મહિલાઓએ ઘરની બહાર નીકળીને દેશ માટે કામ કર્યું છે. વેક્સીનેશનને પણ વેગ આપ્યો છે. આ એક દેશભક્તિ હતી. રૂ.૫૦૦ પ્રતિદિવસ વેક્સીનેશન માટે મળવા જાેઈએ હતા. જમવાની પણ વ્યવસ્થા હોવી જાેઈએ. પણ એવું થયું નથી.

આ ઘટના અંતર્ગત કેસ ફાઈલ થઈ શકે છે. પોલીસ આ મામલે તપાસ કરીને કેસ નોંધે. મિનાક્ષી લેખીએ કોંગ્રેસ સરકાર પર ટાર્ગેટ સાધી કહ્યું કે, પંજાબ સરકાર મોટા મોટા દાવા જ કરે છે. એલાન કરે છે. ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હોય છે. એમના દાવા પોકળ સાબિત થાય છે.

કેન્દ્ર તરફથી વડાપ્રધાન મોદી રાજ્ય સરકારને પૂરતું ફંડ આપી રહ્યા છે. જાે યોગ્ય ક્ષેત્રે ફંડ ન મળતું હોય તો પંજાબ સરકાર નિષ્ફળ છે. પંજાબમાં ભાજપ સરકાર બનાવશે તો દરેક મુદ્દાઓનો નીવેડો આવશે. હોસ્પિટલની સ્થિતિ પણ ખરાબ છે, સફાઈ થતી નથી રખડતા ઢોર ત્યાં આટાં મારે છે. આ સમસ્યાઓનો નીવેડો આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.