Western Times News

Gujarati News

વડાપ્રધાને કિસાન યોજનાએ ખેડૂતોને આર્થિક સહયોગ આપી ઋણમુક્ત રાખવાનું કામ કર્યુ છેઃ શાહ

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહે વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપનારું કદમ ગણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્‌વીટ્‌સના માધ્યમથી કહ્યું કે “ખેડૂત સશક્તીકરણ વિના દેશનો સમગ્ર વિકાસ અસંભવ છે અને એક ખેડૂત હિતેચ્છુ સરકાર કેવી હોય છે, એ દેશે છેલ્લા ૭ વર્ષથી ખેડૂતોને આર્ત્મનિભર બનાવવાના હેતુથી સતત અહર્નિશ પ્રયાસ કરી રહેલી મોદી સરકારના સ્વરૂપે જાેયું છે.”તેમણે કહ્યું કે યોજનાએ ખેતીના સૌથી મહત્વના સમયે ખેડૂતોને આર્થિક સહયોગ આપીને તેમને ઋણમુક્ત રાખવાનો ખૂબ મોટું કામ કર્યુ છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની ૧૦મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે ૧૦ કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા ૨૦,૦૦૦ કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.