Western Times News

Gujarati News

વકીલ માઇ લોર્ડ,યોર લોર્ડશિપ,યોર ઓનર કે ઓનરેબલ જેવા શબ્દોથી બચે: ઓરિસ્સા હાઇકોર્ટના સીજેની અપીલ

ભુવનેશ્વર, ઓરિસ્સા હાઇકોર્ટમાં યોર ઓનર,માઇ લોર્ડ અને ઓનનરેબલ જેવા સંબોધિત કરવામાં આવનારા શબ્દ અતીત બની જશે.હકીકતમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એસ મુરલીધરે વકીલોને આ શબ્દોનો ઉપયોગ ન કરવા માટે કહ્યું છે.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એસ મુરલીધર અને આર કે પટનાયકે વકીલોને અપીલ કરી છે કે નવા વર્ષ ૨૦૨૨ના પહેલા કાર્ય દિવસે તેને ફંકશનમાં લાવવામાં આવે.ડબલ બેંચ તરફથી વકીલોને અપીલ કરવામાં આવી છે કે પીઠાસીન ન્યાયાધીશોને માઇ લોર્ડ,યોર લોર્ડશિપ યોર ઓનર કે ઓનરેબલ જેવા શબ્દોથી સંબોધિત કરવાથી બચે.

ચીફ જસ્ટિસ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ આર કે પટનાયક તરફથી કહેવામાં આવ્યું છે કે માઇ લોર્ડ,યોર લોર્ડશિપ અને યોર ઓનર કે માનનીયની જગ્યાએ સર અથવા કોઇ અન્ય મર્યાદાના શબ્દ પર્યાપ્ત છે. જાે કે તેને એક આદેશકે એક નિર્દેશના રૂપમાં જાેવામાં ન આવે કારણ કે આવો કોઇ નિયમ ન તો સચિવાલયે બનાવ્યો છે અને ન તો હાઇકોર્ટે ન તો કોઇ અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટનો નિર્ણય છે એ જાેવાનું બાકી છે કે શું અન્ય બેંચ અને અદાલત આ પગલાનું સ્વાગત અને પાલન કરશે.

૬ મે ૨૦૦૬ના રોજ બાર કાઉસિંલ ઓફ ઇન્ડિયાએ ભારતના રાજપત્રમાં એક પ્રસ્તાવત પ્રકાશિત કર્યો હતો.ન્યાયાલય પ્રત્યે સમ્માનજનક વલણ પ્રદર્શિત કરવાની બાબતમાં જવાબદારીની સાથે અને ન્યાયિક કાર્યાલયની ગરિમાને ધ્યાનમાં રાખતા સર્વોચ્ચ અદાલત,હાઇકોર્ટ એક અધીનસ્થ ન્યાયાલયોમાં અપનાવવામાં આવનાર સંબોધનનું રૂપ આ પ્રકારે હોવું જાેઇએ.

સર્વોચ્ચ અદાલતો અને હાઇકોર્ટો યોર ઓનર કે ઓનરેબલ કોર્ટ અને અધીનસ્થ અદાલતો અને ન્યાયાધિકરણોમાં આ વકીલો પર છે કે તે કોર્ટને સર કે સંબંધિત ક્ષેત્રીય ભાષાઓમાં સમકક્ષ શબ્દથી સંબોધિત કરે.એક સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું હતું કે માઇ લોર્ડ અને યોર લોર્ડશિપ અતીતની વાત છે ન્યાયલય પ્રત્યે સમ્માનજક વલણ જાેતા ઉપરોકત નિયમને સામેલ કરવાાનો પ્રસ્તાવ છે.

ઓગષ્ટ ૨૦૨૦માં સીજેઆઇના કોર્ટમાં જયારે એક વકીલે યોર ઓનર શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે સીજેઆઇ બોબડેએ તેમને સલાહ આપી હતી શું તમે યુુનાઇટેડ સ્ટેટ્‌સ સુપ્રીમ કોર્ટની સામે રજુ થઇ રહ્યો છે યોર ઓનરનો ઉપયોગ અમેરિકામાં થાય છે નહીં કે ભારતીય સુપ્રીમ કોર્ટમાં.

૨૦૨૦માં જ કોલકતા હાઇકોર્ટના તે સમયના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ થોટ્ટાથિલ બી નાયર રાધાકૃષ્ણને પશ્ચિમ બંગાળ અને અંડમાન અને નિકોબાર દ્રીપ સમૂહના તમામ ન્યાયિક અધિકારીઓને તેમને માઇ લોર્ડ કે લોર્ડશિપની જગ્યાએ સરના રૂપમાં સંબોધિત કરવાની અપીલ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.