Western Times News

Gujarati News

કેદીઓની માનસિકતા બદલવા માટે જેલમાં ભાગવત કથાનો પાઠ

પ્રતિકાત્મક

સાગર, મધ્યપ્રદેશના સાગર સેન્ટ્રલ જેલમાં હાલના દિવસોમાં એક અનોખો નજારો જાેવવા મળી રહ્યો છે.અહીં કેદીઓની વચ્ચે જ્ઞાનની ગંગા વહી રહી છે હકીકતમાં જેલ અધીક્ષકની પહેલ પર હત્યા,હત્યાનો પ્રયાસ,રેપ ચોરી મારપિટ લુંટ અને લુંટ જેવા ગંભીર મામલામાં સજા પામેલા કેદીઓને શ્રીભદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.

જાણકારી અનુસાર સેંટ્રલ જેલમાં ૧૮૦૦થી વધુ કેદી સજા કાપી રહ્યાં છે તેમની મનો દશા સુધારવા માટે અને તેમને અપરાધની દુનિયાની બહાર લાવવા માટે જેલ પ્રબંધકે શ્રીમદ ભાગવત કથાનો સહારો લીધો છે.આથી સેન્ટ્રલ જેલમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષ કેદીઓ ભાગ લઇ રહ્યાં છે.

નવા વર્ષ પર એક જાન્યુઆરીથી ભાગવત તથાનો શુભારંભ થયો છે તે સાત જાન્યુઆરી સુધી ચાલશે.આ કથાના મુખ્ય યજમાન સેન્ટ્રલ જેલ અધીક્ષક રાકેશ ભાંગરે અને તેમની પત્ની છે જયારે કથા વાચન આચાર્ય બિપિન બિહારીજી મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કથાના ત્રીજા દિવસે તેમણે સીતા સ્વયંવરનું અદભૂત પ્રસંગ સંભળાવ્યો જેમાં તેમણે ધનુષના તુટવા અને ભગવાનની ભક્તિમાં લીન થવા કહ્યું તેમણે કહ્યું કે જાે સત્સંગથી જાેડાઇ જાવ તો સજા માફ નહીં તો અધડી જરૂર થઇ જશે આ કથામાં સમાજસેવીઓ પણ સહયોગ કરી રહ્યાં છે.

ઉપ જેલ અધીક્ષકત રામલાલ શહલમે કહ્યું કે કેજીઓને સત્સંગથી જોડવા માટે આ ભાગવત કથા જેલ પરિસરમાં કરાવવામાં આવી રહી છે જેથી સજા પુરી થયા બાદ આ કેદી ફરીથી સમાજની વચ્ચે જાય તો અપરાધના કૃત્ય બીજીવાર કરે છે નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.