Western Times News

Gujarati News

તમારા મુખ્યમંત્રીનો આભાર કે હું જીવતો પરત ફર્યો: મોદી

ચંદીગઢ, પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે ફિરોઝપુર જતી વખતે રસ્તામાં ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું હતું. જેના કારણે પીએમ મોદીનો કાફલો ૧૫-૨૦ મિનિટ સુધી ફ્લાય ઓવર પર ફસાઈ રહ્યો હતો. ન્યૂઝ એજન્સી મુજબ, પીએમ મોદીએ ભટિંડા એરપોર્ટ પર પરત આવીને ત્યાંના અધિકારીઓને કહ્યું કે, તમારા મુખ્યમંત્રીનો આભાર માનજાે કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને પીએમ મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક ગણાવી હતી. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, પીએમ મોદીની પંજાબ યાત્રા દરમિયાન ગંભીર સુરક્ષા ચૂકના કારણે તેમના કાફલાએ પરત ફરવાનો ર્નિણય લીધો હતો. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને આ ગંભીર ચૂક માટે જવાબદાર કોણ એ નક્કી કરવા માટે અને સખત કાર્યવાહી કરવા માટે કહ્યું છે. જે સમયે આ ઘટના થઈ એ સમયે પીએમ મોદી ભટિંડાથી હુસેનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક તરફ જઈ રહ્યા હતા.

ફિરોઝપુરમાં કાર્યક્રમ સ્થળ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, પીએમ મોદી તમને સૌને મળવા માગતા હતા પરંતુ કોઈ કારણોસર તેઓ આજે તમારી વચ્ચે હાજર રહી શક્યા નહીં. પીએમ મોદીની ઈચ્છા તો ખૂબ જ હતી તેમને મળે. તેઓએ કહ્યું કે, કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો નથી પરંતુ તેને સ્થગિત કરવામાં આવ્યો છે.

પીએમ મોદી બે વર્ષ બાદ આજે પંજાબ પહોંચ્યા હતા. વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ્દ કર્યા બાદ આજે તેઓની રાજ્યમાં પહેલી મુલાકાત હતી. આ કાયદોઓને લઈને ખેડૂતોએ લગભગ એક વર્ષ સુધી દિલ્હીની સીમાઓ પર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી ફિરોઝપુરમાં કેટલીક વિકાસ પરિયોજનાઓનો પાયો નાખવાના હતા. પીએમ મોદીને હુસેનીવાલા શહીદ સ્મારકે પણ જવાનું હતું. ખરાબ વાતાવરણના કારણે તેઓએ હેલિકોપ્ટરના બદલે રોડ માર્ગે ત્યાંની મુલાકાત લેવીની યોજના બનાવી હતી. પરંતુ રસ્તામાં ખેડૂતોના પ્રદર્શન બાદ પીએમ મોદીએ પરત ફરવાનો ર્નિણય લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.