Western Times News

Gujarati News

એર ઈન્ડિયાના ખાનગીકરણને રોકવા દિલ્હી હાઈકોર્ટની ના

પ્રતિકાત્મક

નવી દિલ્હી, એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાને રદ કરવા માટે ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

સ્વામી છેલ્લા કેટલાક સમયથી પોતાની જ પાર્ટીની સરકારના ર્નિણયનો વિરોધી કરી રહ્યા છે.સ્વામીએ પોતાની પિટિશનમાં કહ્યુ હતુ કે, એર ઈન્ડિયાની હરાજી માટેની પ્રક્રિયા ભ્રષ્ટ હતી અને તેમાં ટાટા ગ્રૂપની તરફેણમાં ગોટાળો આચરવામાં આવ્યો હતો.

દરમિયાન સરકારે કહ્યુ હતુ કે, એર ઈન્ડિયાની ખોટને જાેતા તેનુ ખાનગીકરણ કરવા માટે સરકારે નીતિગત ર્નિણય લીધો હતો.આ સોદા અંગે કશું ખાનગી નહોતુ.તેના પર ફરી વિચાર કરવાની જરુર નથી.

દરમિયાન ટાટા ગ્રૂપે દલીલ કરી હતી કે, એર ઈન્ડિયા માટે બોલી લગાવનાર ટાટા ગ્રૂપ ૧૦૦ ટકા ભારતીય કંપની છે અને ભ્રષ્ટાચારના જે પણ આક્ષેપો કરાયા છે તે પાયા વગરના છે.સરકાર ૨૦૧૭થી એર ઈન્ડિયાને વેચવા માંગતી હતી અને પરેશાનીનો સામનો કરી રહી હતી.પિટિશનમાં કશું નવુ નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.