Western Times News

Gujarati News

યુનિવર્સિટી વિસ્તારમાં અંગત અદાવતમાં યુવકનું અપહરણ

ગંદી હરકત કરવાનો પ્રયાસ, ચાલુ કારે યુવકનાં વિડીયો ઊતાર્યા, પોલીસે પાંચને પકડી લીધા

(સારથી એમ.સાગર )અમદાવાદ, શહેરનાં યુનિવર્સિટી વિસ્તારમાં એક યુવક તેની સ્ત્રીમિત્રને મળવા ગયો હતો. એ સમયે અગાઉનાં ઝઘડાની અદાવત રાખીને દસેક જેટલાં યુવાનો તેને ઘેરી વળ્યા હતા.

યુવકને માર માર્યા બાદ તેનું અપહરણ કરીને તેની સાથે ગંદી હરતો કરવાનો પ્રયાસો કર્યાે હતો. ઉપરાંત તેની પાસે હાથ જાેડાવીને વીડિયો ઉતારીને શાહીબાગ ઉતારી મુક્યો હતો. ગભરાયેલાં યુવકે આ અંગે યુનિવર્સિટી પોલીસને ફરીયાદ આપતાં પોલીસે તાત્કાલિક પગલાં લઈ મુખ્ય સૂત્રધાર સહિત પાંચ શખ્સોને ઝડપી લીધાં છે.

આ અંગેની વિગત એવી છે કે, નિકુંજ (કાલ્પનિક નામ) જમાલપુર ખાતે રહે છે અને ઇદગાહ સર્કલ નજીક ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. બાવીસ વર્ષીય નિકુંજ મંગળવારે બપોરે જીએલએસ કોલેજ ખાતે હતો ત્યારે તેની સ્ત્રીમિત્રે ફોન કરીને જાેગર્સ પાર્ક ખાતે મળવા બોલાવ્યો હતો.

જ્યાં પહોંચ્યાનાં થોડા સમય બાદ જ વિવેક પ્રજાપતિ તથા અભિષેક નામનાં શખ્સો તેમનાં દસ મિત્રો સાથે આવી પહોંચ્યા હતા. અને નિકુંજને લાકડી વડે માર માર્યાે હતો. તમામ એકસાથે તુટી પડતાં નિકુંજ પોતાનો જીવ બચાવીને કોમર્સ છ રસ્તા તરફ ભાગ્યો હતો.

જ્યાં રસ્તા પર પડી જતાં વિવેક સહિતનાં શખ્સો કાર અને બાઈક લઈને ત્યાં આવ્યા હતા. તથા વાળ પકડી છરીની અણીએ કારમાં તેનું અપહરણ કર્યું હતું.

કારમાં વિવેકે તેને ધમકી આપી માર મારી ગંદી હરકતો કરવાનો પ્રયાસ કર્યાે હતો. ઉપરાંત હાથ જાેડાવી પગ દબાવડાવી તેનો વીડિયો બનાવ્યો હતો. આશરે દોઢ વાગ્યે નિકુંજને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી અપહરણકારો તેને ઘેવર સર્કલ, શાહીબાગ ખાતે ઉતારી ફરાર થઈ ગયા હતા. ગભરાયેલા નિકુંજે બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચીને ફરીયાદ લખાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સોને ઝડપી લીધાં છે.

આ અંગે વાત કરતાં પીઆઈ વી.જે.જાડેજાએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ઘટનાનાં થોડાં દિવસ અગાઉ બંને વચ્ચે ઝઘડો થયું હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પાંચ અપહરણકારોને ઝડપી લઈને કાર, છરી અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે બાકીનાં અપહરણકારોને ઝડપી લેવાં પ્રયાસો ચાલું છે. આરોપીઓમાં મોટાભાગનાં કોલેજનાં વિદ્યાર્થીઓ છે. જ્યારે અન્ય તેમનાં મિત્રો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.