Western Times News

Gujarati News

પિતા-ભાઈના એન્કાઉન્ટરની તપાસ માટે સગીરા હાઈકોર્ટની શરણે

સુરેન્દ્રનગર, ૧૪ વર્ષના ભાઈ અને પિતાના એન્કાઉન્ટરની તપાસ માટે સગીરાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અ?જી કરી છે, અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તપાસની માંગ કરી છે. આ સંદર્ભે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટીસ જે.એ. શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકાર, પોલીસ અને સંબંધિત પ્રતિવાદીઓને નોટિસ ફટકારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની ચકચારી વિવાદિત ઘટનામાં હાઈકોર્ટે કહ્યું કે અમે કેસની સુનાવણી કરીશું. સગીરાએ એડવોકેટ વિકી મહેતા મારફતે રિટ કરી છે. જેમાં સીનિયર એડવોકેટ યતિનભાઈ ઓઝાએ જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તેના પિતા અને ૧૪ વર્ષના ભાઈની સુરેન્દ્રનગર ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી.

આ મામલો પોલીસની સંડોવણી હોવાથી અને પોલીસ સામે આક્ષેપો હોવાથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતી નથી. જેથી પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવે. અરજીમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે પોલીસ એન્કાઉન્ટરમાં અરજદરાર સગીરાના પિતા હનીફખાન મલેક અને ભાઈની હત્યા કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

પોલીસનો દાવે છો કે, હનીફખાન નામચીન ગેંગસ્ટર હતો અને તેના પર ૮૬ ક્રિમિનલ કેસો હતા, જ્યારે એના દીકરાની ઉંમર ૧૮ વર્ષની હતી. જાે કે, રિટમાં મૃતક ભાઈની ઉંમર સગીરવયની પુત્રીએ એવા આક્ષેપો કર્યા છે કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને અન્યો એક ખાનગી વાહનમાં તેમના ઘરે આવ્યા હતા અને પિતાને ખેંચીને લઈ ગયા હતા.

સગીરાએ રિટમાં જણાવ્યા અનુસાર પોલીસની અમાનુષી કાર્યવાહીનો વિરોધ કરતા પિતાની પાછળ ભાઈ પણ ગયો હતો. ત્યારે પીએસઆઈએ તેના ભાઈની છાતીમાં ગોળી ઘરબી દીધી હતી. પુત્રને ગોળી વાગતા પિતા પણ રઘવાયા બન્યા હતા અને તેની તરફ દોડ્યા હતા. ત્યારે પોલીસે તેમને પણ ગોળી મારી દીધી. બીજી તરફ પોલીસ એવો દાવો કરી રહી છે કે, બંને જણા પોલીસના છટકામાંથી ભાગવાનો પ્રયત્ન કરી રરહ્યા હોવાથી પોલીસે ગોળી ચલાવવાની ફરજ પડી હતી. ગુજરાત હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી ૧૮ જાન્યુઆરીના રોજ મુકરર કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.