Western Times News

Gujarati News

ખાસ મિત્ર આર્યન ખાનને મિસ કરે છે અરબાઝ મર્ચન્ટ

મુંબઇ, ડ્‌ર્ગ્સ કેસમાં શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન અને તેનો ખાસ મિત્ર અરબાઝ મર્ચન્ટ સહ-આરોપી છે. અત્યારે બન્નેને જામીન મળી છે અને જેલની બહાર છે. પરંતુ કોર્ટે જામીન સમયે અનેક શરતો પણ મૂકી હતી. કોર્ટની એક શરત એ પણ હતી કે બન્ને એકબીજાને મળી નહીં શકે.

તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, અરબાઝ મર્ચન્ટ કોર્ટમાં અરજી કરીને વિનંતી કરવાનો છે કે આ શરતને હટાવવામાં આવે. કોર્ટ પાસેથી પોતાના મિત્ર આર્યન ખાનને મળવાની મંજૂરી માંગવાનો છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે જામીન આપતી વખતે શરત મૂકી હતી કે બન્ને આ કેસ સાથે જાેડાયેલા કોઈ પણ સહ-આરોપી સાથે વાતચીત નહીં કરે અથવા મળવાનો પ્રયત્ન નહીં કરે. જાે આ શરતનું પાલન કરવામાં નહીં આવે તો જામીન ફગાવી દેવામાં આવશે.

અરબાઝ મર્ચન્ટના પિતા અસલમ મર્ચન્ટ પોતે પણ એક વકીલ છે. અમારા સહયોગી ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, મારો દીકરો પોતાના બેસ્ટ ફ્રેન્ડ આર્યનને મિસ કરી રહ્યો છે. માટે અમે કોર્ટમાં એક અરજી દાખલ કરવાના છીએ, જેમાં જામીનની શરતોમાંથી આ એક શરત માફ કરવાની માંગ કરવામાં આવશે.

મારો દીકરો દર શુક્રવારે એનસીબીની ઓફિસમાં જાય છે અને તેને આ શરત સામે કોઈ વાંધો નથી. પરંતુ તે પોતાના મિત્ર આર્યન ખાનને મળવા માંગે છે, વાત કરવા માંગે છે. આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટની ૨ ઓક્ટોબરની રાતે ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ શિપ પરથી એનસીબીએ તેમની ધરપકડ કરી હતી.

એનસીબીને કથિત રીતે અરબાઝ પાસેથી ડ્રગ્સ મળી આવ્યા હતા. અરબાઝ અને આર્યન સહિત કુલ આઠ લોકોની ધરપકડ થઈ હતી. ત્યારપછી તમામ લોકોને પહેલા એનસીબી રિમાન્ડ અને પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. લગભગ એક મહિના સુધી જેલમાં રહ્યા પછી આર્યન અને અરબાઝને કોર્ટે જામીન આપ્યા હતા.

અરબાઝ અને આર્યન લાંબા સમયથી મિત્રો છે. તેમનું કહેવું છે કે તેમને ક્રૂઝ શિપ પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતું માટે તેઓ ત્યાં ગયા હતા. આર્યન ખાન પાસેથી એનસીબીને ડ્રગ્સ નહોતુ મળ્યું. એનસીબી કોર્ટમાં સાબિત ના કરી શકી કે તેમણે રાત્રે ડ્રગ્સનું સેવન કર્યુ હતું. અરબાઝ પાસેથી જે ડ્રગ્સ મળી આવ્યુ હતું તેનું પ્રમાણ ઘણું ઓછુ હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.