Western Times News

Gujarati News

અભિનેત્રી સ્વરા ભાસ્કર કોરોના વાયરસથી સંક્રમિત

મુંબઇ, પાછલા થોડા દિવસોમાં ફિલ્મ અને ટીવી ઈન્સ્ટ્રીના અનેક લોકો કોરોનાનો શિકાર બન્યા છે. દરરોજ સેલેબ્સ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ કોરોના સંક્રમિત થઈ છે. સ્વરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને આ બાબતે જાણકારી આપી છે.

સ્વરાએ જણાવ્યું છે કે તે પોતાના પરિવાર સાથે હોમ આઈસોલેશનમાં છે. હવે સ્વરા ભાસ્કર એકલી કોરોના સંક્રમિત થઈ છે કે તેના પરિવારના સભ્યો પણ સંક્રમિત થયા છે તે ચોખવટ નથી થઈ શકી. સ્વરા ભાસ્કરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ લક્ષણ દેખાવાની શરુઆત થઈ અને આરટી-પીસીઆર રિપોર્ટમાં પણ કોરોનાની પૃષ્ટિ થઈ. હું અને મારો પરિવાર પાંચમી જાન્યુઆરીની સાંજથી જ આઈસોલેશનમાં છીએ. તમામ જરૂરી સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે. ગત સપ્તાહમાં જે લોકોને મળી છું તે તમામ લોકોને આ વાતની જાણકારી આપવા માંગુ છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે પ્લીઝ પોતાનો ટેસ્ટ કરાવી લે. ડબલ માસ્ક પહેરો અને સુરક્ષિત રહો.

પોસ્ટમાં સ્વરા ભાસ્કરે લક્ષણોની જાણકારી પણ આપી છે. તણે લખ્યું છે કે, તેને માથામાં દુખાવો અને તાવ છે. સ્વાદ પણ જતો રહ્યો છે. સ્વરાએ જાણકારી આપી છે કે તે ડબલ વેક્સિનેટેડ છે, માટે આશા રાખે છે કે વહેલી તકે સાજી થઈ જશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી નોરા ફતેહી, એકતા કપૂર, પ્રેમ ચોપરા અને તેમના પત્ની, અર્જુન કપૂર, રિયા કપૂર અને તેના પતિ, મૃણાલ ઠાકુર, મહેશ બાબુ, રાહુલ રવૈલ સહિત અનેક એક્ટર્સ કોરોના પોઝિટિવ થયા છે.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ અનેક કલાકારો કોરોના સંક્રમિત થયા છે જેમાં નકુલ મહેતા, તેનો દીકરો, સુમોના ચક્રવર્તી, શિખા સિંહ, ડેલનાઝ ઈરાની, એકતા કપૂર, વરુણ સૂદના નામ શામેલ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બુધવારના રોજ દેશભરમાં કોરોનાના ૯૧ હજાર નવા કેસ સામે આવ્યા હતા.

દિવસેને દિવસે કોરોનાના કેસની સંખ્યા વધતી જાય છે. દિલ્હી અને મુંબઈમાં રોકેટગતિએ કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં નાઈટ કર્ફ્‌યુની સાથે સાથે વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં પણ અત્યારે નાઈટ કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે વાઈબ્રન્ટ સમિટ, ફ્લાવર શૉ, કાઈટ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો કેન્સલ કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.