Western Times News

Gujarati News

કારુકાચલમાં પત્નીઓની અદલા બદલીનો ગંદો ખેલ

પ્રતિકાત્મક

તિરુવનંતપુરમ, કેરળમાં આવેલા કોટ્ટાયમ પાસે કારુકાચલમાં સાત લોકોની પત્નીઓની કથિત અદલાબદલી મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મામલે સાત લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં એ વ્યક્તિ પણ સામેલ છે જેની પત્નીએ ફરિયાદ કરી હતી કે તેને તેનો પતિ અપ્રાકૃતિક યૌન સંબંધ માટે જબરદસ્તી કરી રહ્યો હતો.

પોલીસના જણાવ્યાં મુજબ મહિલાની ફરિયાદની તપાસ દરમિયાન આ ગેંગનો પર્દાફાશ થયો. ફરિયાદ મુજબ ફરિયાદકર્તાને અન્ય પુરુષો સાથે અપ્રાકૃતિક સંબંધ માટે જબરદસ્તી કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તપાસ દરમિયાન ખબર પડી કે આ મહિલાને તેના પતિએ અન્ય સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરી હતી. તપાસ દ્વારા પોલીસ આ ગેંગ સુધી પહોંચી. પોલીસે જણાવ્યું કે આ ગેંગ ટેલિગ્રામ અને મેસેન્જર એપથી એકબીજાનો સંપર્ક કરતા હતા.

આરોપીઓને કોટ્ટાયમ, અલપ્પુઝા અને એર્નાકુલમથી ધરપકડ કરાઈ. પોલીસનું કહેવું છે કે આ ચેટ ગ્રુપના હજારો સભ્ય છે. આથી તેની વિસ્તૃત તપાસ કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.