Western Times News

Gujarati News

હાપુર-મોરાદાબાદ હાઈવે પર ત્રણ વર્ષમાં ૯૦૦ લોકોએ જીવ ગુમાવ્યા

નોઈડા, ઉત્તર પ્રદેશને દિલ્હી સાથે જાેડતા ૩૫ કિ.મી. લાંબા હાપુર અને મોરાદાબાદ નેશનલ હાઈવે પર તંત્રને વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે રૂ. ૨૭૨ કરોડની કમાણી થઈ છે જ્યારે આ જ સમયમાં અંદાજે ૯૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમ આરટીઆઈ દ્વારા મળેલી માહિતી પરથી જણાયું છે.

નેશનલ હાઈવે ૨૪ પર બ્રિજઘાટ ટોલ પ્લાઝા હેઠળ આવતો ટોલ રોડ ૫૮ કિ.મી.થી ૯૩ કિ.મી.ના માઈલસ્ટોન વચ્ચે આવેલો છે. આ રોડ દિલ્હી અને ઉત્તર પ્રદેશના અંતરિયાળ વિસ્તારો અથવા ઉત્તરાખંડમાં નૈનિતાલ તરફ જતા લોકો માટે ખૂબ મહત્વનો માર્ગ છે. નોઈડા સ્થિત સામાજિક કાર્યકર અમિત ગુપ્તાને આરટીઆઈ હેઠળ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

એનએચએઆઈએ જણાવ્યું હતું કે, આ માર્ગ માટેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. ૧૯૫.૫૧ કરોડ હતો જ્યારે ૨૦૧૭-૧૮થી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં જ અહીં ટોલ સ્વરૂપે રૂ. ૨૭૨ કરોડ વસૂલવામાં આવ્યા છે. એનએચએઆઈએ આરટીઆઈના જવાબમાં એમ પણ જણાવ્યું છે કે બ્રિજઘાટ ટોલ પ્લાઝા પર યુઝર ફીની રીકવરી મે ૨૮, ૨૦૪૧ સુધી ચાલુ રહેશે.

બ્રિજઘાટ ટોલ પ્લાઝાના વિસ્તાર હેઠળના માર્ગ પર ૨૦૧૮-૧૯માં ૧૩૬, ૨૦૧૯-૨૦માં ૧૮૪, ૨૦૨૦-૨૧માં ૩૨૬ અને ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર ૨૦૨૧ વચ્ચે ૨૩૮ લોકોનાં મોત થયા છે. ગુપ્તાએ આરટીઆઈ હેઠળ આ માર્ગ પર છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા મોતના આંકડા માંગ્યા હતા, પરંતુ એનએચએઆઈએ જણાવ્યું હતું કે તેની પાસે ૨૦૧૭-૧૮ પહેલાંનો કોઈ રેકોર્ડ નથી. આરટીઆઈમાં વધુમાં જણાવાયું હતું કે, બ્રિજઘાટ ટોલ પ્લાઝા હેઠળ ગૃહમુક્તેશ્વરથી મોરાદાબાદ વચ્ચે મેઈન્ટેનન્સ અને જાળવણી પેટે રૂ. ૫, ૩૯,૭૨, ૩૩૭નો ખર્ચ કરવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.