Western Times News

Gujarati News

નોન-પાર્ટીસિપેટરી પ્રોડક્ટ્સ LICની વૃદ્ધિને વેગ આપશે

જીવન વીમાનો ઓછો વ્યાપ ધરાવતા બજારની સાથે મળીને ભારતની વૃદ્ધિ સફરને ટેકો આપતા વસ્તીના અનુકૂળ પરિબળો ભારતમાં અનેક દાયકાની વૃદ્ધિ માટેના મુખ્ય પરિબળો બની ગયા છે. તેથી, ભારતીય જીવન વીમા બજાર વિશ્વમાં 10મું સૌથી મોટું અને એશિયામાં 5મું સૌથી મોટું બજાર છે.

ભારતના તમામ જીવન વીમા ખેલાડીઓમાં, જીવન વીમા નિગમ (LIC) તેના પ્રમાણ, કદ, પહોંચ, ટેક્નોલોજી અને મજબૂત બ્રાન્ડ મૂલ્યને કારણે સારી સ્થિતિમાં છે. આઈપીઓ પછી, કોર્પોરેશનનું મુખ્ય ધ્યેય વીમાનો વ્યાપ અને ઘનતા તેમ જ બજાર હિસ્સામાં વધારો કરવાનો છે.

તેના માટે એલઆઈસીએ તેની ભાવિ રૂપરેખા પહેલેથી જ તૈયાર કરી લીધી છે. તેની એકધારી વૃદ્ધિને જાળવવા માટે તે જીવન વીમાની જાગરૂકતા વધારવા, નવી દરમિયાનગીરીઓ દ્વારા વિતરણની પહોંચને વિસ્તારવા અને યોગ્ય ઉત્પાદન મિશ્રણ પ્રદાન કરવાની ત્રણ-પગલાની વ્યૂહરચના અમલમાં મૂકશે. કોર્પોરેશન ભારતીય જીવન વીમા ક્ષેત્રની વધતી ક્ષમતાનો લાભ લેવાનું લક્ષ્ય રાખશે.

વિચિત્રતા એ છે કે, ભારત માત્ર 3.76 ટકાના વીમા પ્રવેશ ધરાવતો એક અભેદ્ય દેશ છે. ભારતીય વસ્તીનો મોટો ભાગ રક્ષણાત્મક કવરેજની બહાર છે. તેથી, નાણાકીય વિશ્લેષકો માને છે કે, ભારતમાં દરેક વીમા કંપની માટે પૂરતો અવકાશ છે. એક અભ્યાસ જણાવે છે કે, ભારતીય જીવન વીમાના નવા બિઝનેસ પ્રિમીયમ (NBP) નાણાકીય વર્ષ 2021થી નાણાકીય વર્ષ 2026 દરમિયાન જૂથ વ્યવસાયમાં 17 ટકાના CAGR વધવાની શક્યતા છે તેની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન વ્યક્તિગત વ્યવસાય માટે તે આશરે 18 ટકાના CAGR પર વધવાની ધારણા છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે રોગચાળાની પરિસ્થિતિએ ખાસ કરીને જ્યારે ટર્મ અથવા આરોગ્ય વીમાની વાત આવે છે ત્યારે યોગ્ય રીતે વીમો મેળવવાની જાગૃતિ ઊભી કરી છે. એન્યુઇટી, પેન્શન અને યુલિપ યોજનાઓની  માટેની માંગ વધી રહી છે. ક્રિસિલનું સંશોધન આગાહી કરે છે કે ભારતમાં વૃદ્ધોની વસ્તી (60 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિઓ) 2015માં 116.8 મિલિયનથી વધીને 2050 સુધીમાં 316.8 મિલિયન થશે અને ભારતની વસ્તીમાં વૃદ્ધોનો હિસ્સો 2015માં 9 ટકા હતો તેનાથી લગભગ બમણો થઈને 2050 સુધીમાં 17 ટકા થઈ જશે, જેના પરિણામે પેન્શન અને એન્યુઇટી યોજનાઓની માંગમાં વધારો થશે.

નાણાકીય વર્ષ 2021માં, એલઆઈસી દ્વારા વેચવામાં આવેલી વ્યક્તિગત પોલિસીઓમાં પુખ્ત વયમાં પ્રવેશેલા ગ્રાહકોનો હિસ્સો 42 ટકા હતો. રસપ્રદ વાત એ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં, એટલે કે, નાણાકીય વર્ષ 2019થી નાણાકીય વર્ષ 2021 સુધીમાં એલઆઈસીએ મહત્તમ યુલિપ પોલિસીઓ વેચી છે, અને યુલિપ  પોલિસી દ્વારા આવક વૃદ્ધિ 389.8 ટકાના CAGR સાથે Rs.343 મિલિયનથી Rs.1,559 મિલિયન થઈ હતી.

આ ઉપરાંત ગ્રુપ ઇન્સ્યોરન્સ બિઝનેસ પણ વધી રહ્યો છે. એલઆઈસી એ એસબીઆઈ લાઇફ અને અન્ય ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓની સરખામણીમાં  NBPમાં 69 ટકાના ગ્રૂપ બિઝનેસના હિસ્સા સાથે ગ્રૂપ ઇન્શ્યોરન્સમાં 81 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે, જ્યારે એસબીઆઈ લાઇફ અને અન્ય ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓનો બજાર હિસ્સો ગ્રૂપ NBPમાં 1-7 ટકાની વચ્ચે છે. એલઆઈસીના મુખ્ય અધિકારીઓ માને છે કે, ગ્રુપ NBP ભવિષ્યમાં નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે.  ગ્રૂપ વીમા વ્યવસાયનું અનુમાન નાણાકીય વર્ષ 2021માં Rs.1,645 અબજ સામે નાણાકીય વર્ષ 2026 સુધીમાં Rs.3,597 અબજ (17.3 ટકા CAGR સાથે)નું છે. હકીકતમાં, નાણાકીય વર્ષ 2016થી નાણાકીય વર્ષ 2021 સુધી ગ્રૂપ વીમા વ્યવસાયે 15.4 ટકાના CAGRની  વૃદ્ધિ નોંધાવી છે.

એલઆઈસીના સૂત્રોના જણાવ્યા અનુસાર પેન્શન પ્રોડક્ટ્સનું ભવિષ્ય ઉજ્જવળ છે. એવું માનવામાં આવે છે કે વૃદ્ધોની વસ્તીમાં વૃદ્ધિની શક્યતા અને અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર મેળવતી વસ્તીના મોટા હિસ્સાના પગલે ભારતમાં પેન્શનની જરૂરિયાતો વધવાની સંભાવના છે. એલઆઈસી પેન્શન વીમા વ્યવસાયમાં 2015માં 9 ટકાની સામે 2050 સુધીમાં 17 ટકા (અંદાજિત) વૃદ્ધિની આગાહી કરે છે.

ભાવિ વૃદ્ધિ વ્યૂહરચના

આમ, વૃદ્ધિ વ્યૂહરચનાના સંદર્ભમાં, એલઆઈસી યુલિપ, વ્યક્તિગત/ગ્રૂપ સુરક્ષા યોજનાઓ, પેન્શન/એન્યુઇટી પ્રોડક્ટસ અને આરોગ્ય વીમામાં વેચાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને નોન-પાર્ટીસિપેટરી પ્રોડક્ટ્સનો હિસ્સો વધારવાની યોજના ધરાવે છે. તેના માટે એલઆઈસી વસ્તી વિષયક અને બજારની બદલાતી ગતિશીલતાને ધ્યાનમાં રાખીને વધુ કિશોર એજન્ટોની ભરતી કરશે.

“એલઆઈસી પ્રોડક્ટ મિશ્રણમાં વૈવિધ્યકરણ કરવાનું ચાલુ રાખવા અને વર્તમાન નોન-પાર્ટીસિપેટિંગ પ્રોડક્ટ્સના વેચાણમાં વધારો કરવા તેમ જ નવી નોન-પાર્ટીસિપેટિંગ પ્રોડક્ટ્સ, ખાસ કરીને- ટર્મ ઈન્સ્યોરન્સ, હેલ્થ ઈન્સ્યોરન્સ, પેન્શન/એન્યુઇટી પ્રોડક્ટ્સ અને યુલિપ યોજનાઓ લોન્ચ કરવા માંગે છે” એમ નામ નહિ આપવાની શરતે સ્ત્રોતે જણાવ્યું હતું.

એલઆઈસી નોન-પાર્ટીસિપેટિંગ પ્રોડક્ટ્સ પર મધ્યસ્થીઓને આપવામાં આવતી તાલીમ વધારવાની અને આ ઉત્પાદનોના વેચાણ માટે ઉચ્ચ-સ્તરની એજન્ટ ક્લબ સભ્યપદનો સરળ પ્રવેશ પ્રદાન કરીને નોન-પાર્ટીસિપેટિંગ પ્રોડક્ટ્સના વેચાણને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એલઆઈસી તેના પ્રોડક્ટ મેનેજર્સને નોન-પાર્ટીસિપેટિંગ પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ સૂચના આપશે. “એલઆઈસીના પ્રોડક્ટ મેનેજરો તેમના મધ્યસ્થીઓને તાલીમ, માર્ગદર્શન અને દેખરેખ માટે અને તેના નોન-પાર્ટીસિપેટિંગ પ્રોડક્ટ્સના માર્કેટિંગને વધારવા માટે જવાબદાર છે,” સ્ત્રોતે વધુમાં જણાવ્યું હતું.

એલઆઈસી વધુ ભાગીદારો સાથે જોડાણ કરીને અને તમામ ગ્રાહકોને ડિજિટલ સોલ્યુશન્સ પૂરા પાડીને તેની ઉત્પાદકતામાં સુધારો કરીને બેન્કેસ્યોરન્સ ચેનલનો બજાર હિસ્સો વધારવાની પણ યોજના ધરાવે છે. તેમાં એલઆઈસીની વેબસાઈટ પર વધુ પ્રોડક્ટ્સ ઉમેરીને અને તેના માર્કેટિંગ નેટવર્કને ક્રાર્યરત કરીને તેની વ્યક્તિગત પોલિસીઓનું સીધું વેચાણ વધારવાનો પણ સમાવેશ થાય છે.

કોર્પોરેશન વ્યક્તિગત ગ્રાહકો અને ગ્રૂપ પ્રોડક્ટ્સના લાભાર્થીઓ તેમ જ તેમની વિવિધ નાણાકીય જરૂરિયાતોને આવરી લેવા માટે અપસેલિંગ અને ક્રોસ-સેલિંગ વધારવાની યોજના બનાવી શકે છે. જો પ્રોડક્ટ્સનું સરેરાશ ટિકિટ કદ વધારવાની જરૂર હશે, તો તે એલઆઈસી દ્વારા કરવામાં આવશે. સક્ષમતા-નિર્માણ પહેલોને આગળ વધારીને તેના મધ્યસ્થીઓની ઉત્પાદકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

રોગચાળાને કારણે શુદ્ધ સંરક્ષણ માલની માંગમાં વધારો થવાનો અંદાજ છે, જે વીમા કંપનીઓના નફો માર્જિનને બળવાન કરશે. વીમાદાતાઓ શેરબજારની વર્તમાન અસ્થિરતાનો ઉપયોગ યુનિટ-લિંક્ડ વીમા કરારની જાહેરાત કરવા માટે પણ કરી શકે છે. વ્યાજ દરો ઘટી રહ્યા છે, તેથી ગેરંટીડ-રીટર્ન યોજનાઓનું વેચાણ પણ વધી રહ્યું છે.

એલઆઈસીની નવી શાખાઓ ખોલવાની કોઈ યોજના નથી, હકીકતમાં, કેટલીક સેટેલાઇટ ઓફિસો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એલઆઈસીનો ધ્યેય 2030 સુધીમાં દરેક વીમાપાત્ર વ્યક્તિને આવરી લેવાનો અને તેના ગ્રાહકોની સંખ્યાને 29 કરોડથી વધારીને ઓછામાં ઓછી 100 કરોડ કરવાનો રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.