Western Times News

Gujarati News

મોલનુપિરાવીરના સંભવિત જાેખમ કરતા લાભ વધુ: આઈસીએમઆર

હૈદરાબાદ, કોવિડ ટાર્સ ફોર્સના સભ્યો અને હેલ્થ એક્સપર્ટ દ્વારા કોરોનાના દર્દીઓ માટે મોલનુપિરાવીર ‘જાદૂઈ’ દવા ગણાવી હતી. સોમવારે તેમણે મોલનુપિરાવીર ગોળીના લીધે દવાખાનામાં દાખલ થતા દર્દીઓમાં ૩૦-૫૦% ઘટાડો કરતી દવા ગણાવી દીધી હતી.

આ સાથે કોરોનાની ગંભીરતાને ઓછી કરતી હોવાની દવા માની હતી. જાેકે, તેના એક દિવસ પછી આઈસીએમઆર દ્વારા આ અંગે ચોખવટ કરવામાં આવી છે. આઈસીએમઆરના અધ્યક્ષ બલરામ ભાર્ગવે જણાવ્યું છે કે, મોલનુપિરાવીરને દર્દીઓ માટે વધારે સુરક્ષિત માનવામાં આવી રહી છે, જાેકે, દવાને લઈને ચિંતાઓ છે, ભારતમાં કેટલાક વરિષ્ઠ હેલ્થ એક્સપર્ટ દ્વારા કહેવાયું છે કે કે દવાના સંભવિત જાેખમ કરતા લાભ વધુ છે.

આ અંગે તેમણે કહ્યું કે રિસર્ચમાં મનુષ્યમાં આ દવાના કારણે કોઈ આડઅસર દેખાઈ નથી. પાછલા વર્ષના અંતિમ ભાગમાં ઈન્ડિયન ડ્રગ રેગ્લુલેટર અને સીડીએસસીઓ (સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા મોલનુપિરાવીરને ઈમર્જન્સીમાં ઉપયોગ માટે મંજૂરી અપાઈ હતી.

આમ છતાં, આસીએમઆર દ્વારા કેટલીક બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યા છે જેમાં પ્રેગનેન્ટ મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ સહિત કેટલાક બાબતોમાં સંભવિત ખતરાને લઈને સવાલ કર્યા છે. નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્ય ડૉ. ગોવિંદરાજન પદ્મનાભમ જણાવે છે કે, આ દવા અંગે સીડીએસસીઓ અને ડીસીજીઆઈ દ્વારા અભ્યાસ કર્યા પછી જ ર્નિણય લેવામાં આવ્યો હશે.

તેમણે કહ્યું કે, આ સ્તર પર એન્ટી-વાયરલ દવા ઉપયોગી સાબિત થઈ શકે છે અને મોલનુપિરાવીરનો ઉપયોગ તમામ પ્રકારની સાવધાની રાખીને કરવો જાેઈએ, કારણ કે કોરોનાના કેસ ખતરનાક રીતે વધી રહ્યા છે. હરિયાણાના કોવિડના નોડલ ઓફિસર ડૉ. ધ્રુવ ચૌધરી જણાવે છે કે, હજુ સુધી પ્રાણીઓ પર થયેલા અધ્યયનમાં જ કેટલીક આડઅસર જાેવા મળી છે.

શું કોઈ દવાના ઉપયોગના માત્ર પાંચ જ દિવસમાં કોઈ વ્યક્તિ માટે તે કેન્સરનું કારણ બની શકે છે? ગંભીર બીમારીઓથી પીડાતા ૪૫-૫૦ વર્ષના દર્દીઓ માટે આ દવાનો ઉપયોગ કરવામાં કોઈ સંશય ના થવો જાેઈએ.. આ ફાયદાકારક છે અને તે લાભના પક્ષમાં છે.

ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. વસંત નાગવેકર જણાવે છે કે, દવાનો ઉપયોગ સારવાર કરતા ડૉક્ટરે આડેધડ નહીં પરંતુ વિવેક બુદ્ધી સાથે કરવો જાેઈએ. મહત્વનું છે કે, બીજી લહેર દરમિયાન રેમડેસિવિયર સહિત કેટલીક દવાઓને લઈને કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી અને દવાના લીધે કાળા બજારી અને ગુનાખોરી પણ વધી હતી. આ સિવાય સ્ટિરોઈડના ડોઝ પણ આપવામાં આવતા હતા જેની પાછળથી ઘણાં દર્દીઓમાં આડઅસર પણ જાેવા મળી હતી. જેથી આ પ્રકારની દવાઓનો ઉપયોગ સમજી વિચારીને કરવા અંગેની એક્સપર્ટ દ્વારા સલાહ આપવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.