Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમા અત્યાર સુધીમાં ૪૮૧ રેસિડેન્ટ ડોક્ટર કોરોના સંક્રમિત થયા

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ ડૉ. અવિનાશ દહીફળે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૮૧ રેસિડેન્ટ ડૉક્ટર્સ કોરોના સંક્રમિત થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના ૩૪,૪૨૪ નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં કુલ કેસ વધીને ૬૯,૮૭,૯૩૮ થઈ ગયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે, જેથી મૃત્યુઆંક વધીને ૧,૪૧,૬૬૯ પર પહોંચ્યો છે. ઉપરાંત રાજ્યમાં ઓમિક્રોનના આંતક પણ જાેવા મળી રહ્યો છે.મંગળવારે ઓમિક્રોનના ૩૪ કેસ સામે આવતા કુલ કેસ વધીને ૧૨૮૧ થયા છે.

બીજી લહેર દરમિયાન મુંબઈમાં કોરોનાની સૌથી વધુ અસર જાેવા મળી હતી. બીએમસી ના ડેટા અનુસાર, છેલ્લા ૧૧ મહિનામાં કોરોનાથી ૪,૫૭૫ લોકોના મોત થયા છે. તેમાંથી ૯૪ ટકા મૃતકો એવા છે જેમણે રસીકરણ કરાવ્યું ન હતું.જેથી વેક્સિનેશન ન કરાવનાર લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હોવાનુ સામે આવ્યુ છે.મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ કર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ લાગ્યુ છે.

ત્યારે નાગપુરમાં પણ ૨૫ પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાના સમચાર મળી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં મળી આવેલા આ પોલીસકર્મીઓમાંથી ૫ વરિષ્ઠ અધિકારીઓ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.