Western Times News

Gujarati News

મૂછને કારણે સસ્પેન્ડ થયેલા કોન્સ્ટેબલને ડિપાર્ટમેન્ટે પાછા નોકરી પર લેવા પડ્યા

ભોપાલ, પોતાની મૂછને કારણે સસ્પેન્ડ થનારા કોન્સ્ટેબલ માટે રાહતની ખબર આવી છે. તેને પાછો નોકરી પર લઈ લેવામાં આવ્યો છે. સહાયક પોલીસ મહાનિરિક્ષકે કોન્સ્ટેબલ રાકેશ રાણાની મૂછને લીધે થયેલા સસ્પેન્શનને રદ્દ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, વિંગ કમાંડર અભિનંદન જેવી મૂછ રાખવાને કારણે મધ્ય પ્રદેશના પોલીસ કોન્સ્ટેબલ રાકેશ રાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેમણે પણ કહ્યું હતું કે, સસ્પેન્ડ થાવ એ ચાલશે પણ મૂછ નહીં કપાવું.

ત્યાર બાદ સોશિયલ મીડિયા પર રાકેશ રાણાના સમર્થનમાં અનેક લોકો આવ્યા હતા અને ખૂદ મધ્યપ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાને પણ આ મામલે સંજ્ઞાન લેવું પડ્યું હતું. આખરે  અનિલ કુમારે રાકેશ રાણાને નોકરી જાેઈન કરવાનો મૌખિક આદેશ આપી દીધો છે.

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાંથી એક એવી ઘટના સામે આવી છે જે વાંચીને નોકરી માટે તૈયારીઓ કરતા યુવાનો એક વખત જરૂર વિચારશે. સામાન્ય રીતે યુવાનો જુદી જુદી સ્ટાઈલ ફોલો કરતા હોય છે.

પણ ભોપાલમાંથી એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. કારણ કે તેણે પોતાની મૂછને એક સ્ટાઈલીશ લુક આપી દીધો હતો. પછી જ્યારે વિભાગે એને ઠપકો આપ્યો ત્યારે પણ તેણે મૂછ મુંડાવી ન હતી.

પોલીસ કોન્સ્ટેબલનું નામ રાકેશ રાણા જે ભોપાલ પોલીસમાં કો ઓપરેટિવ ફ્રોડ અને લોક સેવા ગેરેન્ટીના વ્હીકલમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ટર્ન આઉટ ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે, સિપાઈ રાકેશ રાણાના વાળ વધી ગયા હતા અને મૂછ પણ લાંબી હતી. એવામાં રાકેશ રાણાને મૂછ અને વાળ સેટ કરાવવા તેમજ કપાવી નાંખવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.

તેમ છતા સિપાઈએ ન તો મૂછ કપાવી અને ન તો વાળ કપાવ્યા હતા.પોલીસ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર એમાં લખ્યું છે કે, આરક્ષક ચાલક ૧૫૫૫ રાકેશ રાણા, એમ.ટી.પુલ, ભોપાલ જે ખાસ કો ઓપરેટિવ ફ્રોડ તથા લોકસેવા ગેરેન્ટીના વ્હીકલ્સ વિભાગમાં ચાલક તરીકે ડ્યૂટી કરી રહ્યા છે.

ટર્ન આઉટ ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એના વાળ વધી ગયા છે અને મૂછ પણ એક અલગ સ્ટાઈલમાં તેણે રાખી છે. જેના કારણે ટર્ન આઉટ અલગ લાગે છે. રાકેશ રાણાને વાળ કપાવી નાંખવા તથા મૂછ મુંડાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.