Western Times News

Gujarati News

પ્રોલાઈફ ફાઉન્ડેશન તરફથી વાહનચાલકોને વિનામુલ્યે સેફટીગાર્ડ અપાયા

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં ઉત્તરાયણનું પર્વ કોઈ પરિવાર માટે મોતની સજા ન બની જાય તે માટે પ્રોલાઈફ ફાઉન્ડેશન તરફથી વાહનચાલકોને વિનામુલ્યે સેફટીગાર્ડ આપવામાં આવ્યા હતા. ભરૂચના ભુગૃઋુષિ બ્રિજ પરથી પસાર થતી માતા અને પુત્રી કપાયેલી પતંગના દોરાની અડફેટમાં આવી ગયાં હતાં.

પુત્રીની નજર સામે જ માતાએ જીવ ગુમાવી દીધો હતો.આ ઘટના બાદ વાહનચાલકોને તેમની સલામતીની ચિંતા સતાવી રહી હતી.ભરૂચ પોલીસે તાબડતોડ સેફટીગાર્ડનું વિતરણ શરૂ કર્યું હતું.ભરૂચ પોલીસના આ ઉમદા કાર્યમાં પ્રોલાઈફ ફાઉન્ડેશન સહભાગી બની છે.

સંસ્થાઓ તરફથી ૫૦૦ જેટલા સેફટીગાર્ડ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા.પાંચબત્તી સર્કલ ખાતે ડીવાયએસપી વિકાસ સુંડાના હસ્તે વાહનચાલકોને વિનામુલ્યે સેફટીગાર્ડ આપવામાં આવ્યા હતા.પ્રોલાઈફ ફાઉન્ડેશનના કરણ જાેલી અને યોગેશ પારીખના પ્રયાસોથી વાહનચાલકોને સેફટીગાર્ડ પ્રાપ્ત થયા છે. ડીવાયએસપી વિકાસ સુંડાએ આ પ્રયાસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.