Western Times News

Gujarati News

ઉત્તરાખંડના શ્રમિક મતદારો હેલિકોપ્ટરથી મતદાન કરવા જશે

voting rights for 18 year old

નવી દિલ્હી, ભારત-ચીનસરહદે બની રહેલા સડક નિર્માણના કામમાં કાર્યરત મજૂરો હેલિકોપ્ટર દ્વારા મતઆપવા માટે જશે. ભારે બરફવર્ષાના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે.

સરહદે આવેલા પિથોરાગઢ જિલ્લાનામુનસ્યારીમાં ૩,૪૦૦ મીટરની ઉંચાઈ પર મિલમ-લાસ્પા ખાતે મોટી સંખ્યામાંશ્રમિકો ભારત-ચીન સરહદને જાેડનારા માર્ગનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે.મુનસ્યારીથી આશરે ૫૪ કિમી દૂર લાસ્પામાં ૬ ફૂટ કરતાં વધારે હિમવર્ષા થઈછે.

મતદાનની તારીખ સુધીમાં પણ બરફથી ઢંકાયેલા પૈદલ માર્ગો ખુલવાનાકોઈ જ અણસાર નથી. આ કારણે સ્થાનિક મજૂરોને મતદાન માટે હેલિકોપ્ટરની મદદથીનીચાણવાળા વિસ્તારોમાં લાવવામાં આવશે. અત્યાર સુધીમાં આવા ૧૦૦ જેટલા લોકોચિન્હિત કરી દેવામાં આવ્યા છે.

આ તરફ ઉત્તરકાશીમાં બીઆરઓના મેજર વીએસવીનૂના કહેવા પ્રમાણે તેમના ત્યાં આશરે ૩,૪૦૦ મજૂરો કામ કરી રહ્યા છે પરંતુમોટા ભાગના રૂટ ખુલ્લા છે માટે મતદાનના રોજ મજૂરોને અવકાશ આપવામાં આવશે. સિલ્વાઉપ કમાન અધિકારી, બીઆરઓ, મુનસ્યારીના કહેવા પ્રમાણે તેમણે ઉંચાણવાળાવિસ્તારોમાં કામ કરી રહેલા લોકોને મતદાન માટે હેલિકોપ્ટરની સુવિધા આપવાર્નોનિણય લીધો છે. અત્યાર સુધીમાં આવા ૧૦૦ લોકો ચિન્હિત થયા છે. આગળ પણ આવાલોકો સામે આવશે તો તેમને હેલિકોપ્ટર દ્વારા મતદાન કેન્દ્રો સુધીપહોંચાડવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.