Western Times News

Gujarati News

નડીયાદના ગુતાલ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

(પ્રતિનિધિ) નડીયાદ, પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ગત તા . ૧૧/૦૧/૨૦૨૨ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પરમાર એલ.સી.બી.ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત ,હેડકો કનકસિંહ , મહાવીરસિંહ , મહેશભાઇ , રઘુવીરસિંહ તથા રણજીતસિંહ વિગેરે પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આ.હેડ.કો. કનકસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ગુતાલ ગામ ખાતેથી ( ૧ ) કમલેશકુમાર સ / ઓ કિશનલાલ ગીરધારીરામ જાતે માન્જી ( બિસ્નોઇ ) રહે . અરનાય ખેતરમાં તા.સાંચોર જી.ઝાલોર રાજસ્થાન તથા ( ૨ ) સુરેશકુમાર સ / ઓ બાબુલાલ તેજારામ બિસ્નોઇ રહે. સાંચોર બી – ઢાણી તા.સાંચોર જી . ઝાલોર રાજસ્થાન નાઓને નંબર વગરની સ્વીફ્ટ ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / -ની માં ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની અલગ અલગ માર્કાની મોટી બોટલો નંગ -૨૪ કિં.રૂ .૯૬૦૦ / – તથા નાની બોટલો નંગ -૧૪૪ કિ.રૂ .૧૪,૪૦૦ / -તથા બીયરના ટીન નંગ -૭૨૦ કિ.રૂ. ૭૨,૦૦૦ / – મળી કુલ રૂ.૯૬,૦૦૦ / -નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂ. ૪૦૦૦ / – તથા અંગ ઝડતીના રોકડા રૂ . ૧૧૦૦ / – મળી કુલ્લે રૂ .૪,૦૧,૧૦૦ / – પોતાના કબ્જા ભોગવટાનો વગર પાસ પરમીટ નો મુદ્દામાલ સાથે મળી આવતા પકડી અટક કરી પકડાયેલ બંન્ને ઇસમો તથા મુદ્દામાલ મોકલનાર તમામ ઇસમો વિરુદ્ધમાં નડીયાદ રૂરલ પો.સ્ટે . પ્રોહિ ધારા હેઠળ આ.હેડકો.કનકસિંહ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી . કરવામાં આવેલ છે .*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.