Western Times News

Gujarati News

સરકાર ૧૦૦૦ બસની ખરીદી કરશે, ૫૦૦ સુપર એક્સપ્રેસ બસ ફાળવાશે

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના ર્નિણયો પણ લેવામાં આવ્યા છે. બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ કેબિનેટે લીધેલા ર્નિણયની માહિતી આપી હતી.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા ર્નિણયો પર મીડિયા સાથે વાત કરતા જિતુ વાઘાણીએ કહ્યુ કે, મુખ્યમંત્રીએ કોરોના અંગે ચર્ચા કરી છે. રાજ્ય સરકાર કોરોના સામે લડવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી પગલાં ભરી રહી છે. આ સાથે વાઇબ્રન્ટ સમિટ પણ રદ્દ કરી દેવામાં આવી છે.

રાજ્યના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે ૧૦૦૦ નવી બસો ખરીદવાનો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીએ બસો ખરીદવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ સાથે ૫૦૦ સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો ર્નિણય કર્યો છે. ૨૦૦ સ્લિપર કોચ બસ પણ ફાળવવામાં આવશે.

જિતુ વાઘાણીએ કહ્યુ કે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જાેડો નવો કોરિડોર બનાવવામાં આવશે. તો ભરૂચમાં નેશનલ હાઇવે ૮ પર ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે વધુ એક પુલ બનાવવાનો ર્નિણય કર્યો છે. સુરત ગેસ કાંડ પર વાત કરતા વાઘાણીએ કહ્યુ કે, તે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે સરકાર એલર્ટ છે.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા ર્નિણયની માહિતી આપતા સરકારના પ્રવક્તાએ કહ્યુ કે, રાજ્યમાં ૧૬૦૦ કિમીનો લાંબો દરિયા કિનારો આવેલો છે. તેને પ્રવાસન સ્થળની સાથે જાેડતા એક કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે. આ માટે ૨૪૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.