Western Times News

Gujarati News

કોરોના રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણઃ ૧૫૬.૭૬ કરોડ ડોઝ અપાયા

૯૨% વસ્તીને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ અપાયો

(એજન્સી) નવી દિલ્હી, આજે ભારતમાં કોરોનાના રસી અભિયાનનો પ્રારંભ કર્યાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કોરોનાની પહેલી બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં રસીના કારણે ભારતને મહામારી સામે લડવામાં ઘણો લાભ થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાની રસીના કુલ૧૫૬.૭૬ કરોડ ડોઝ અત્યાર સુધીમાં નાગરિકોને આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટિ્‌વટ કરીને લખ્યું છે કે, ‘આજે દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરુ થયેલું આ ‘સૌથી મોટું’ રસીકરણ અભિયાન રહ્યું છે. હું તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું.’

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશની ૯૨% વયસ્ક જનતાને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ અને ૬૮% લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું હોવાનું જણાવ્યું છે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ ભારત દ્વારા પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો છે.

રસીકરણ અભિયાન સાથે જાેડાયેલી મુખ્ય બાબતોમાં ૧. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કરવામાં આવી હતી. ૨. ફ્રન્ટલાઈન વર્કર્સનું રસીકરણ ૨ ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવ્યું હતું. ૩. આ પછીના તબક્કામાં ૧ માર્ચથી ૬૦ વર્ષથી મોટા અને ૪૫ વર્ષથી મોટા કે જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે

તેમને રસી આપવામાં આવી હતી. ૪. ૪૫ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને ૧ એપ્રિલથી રસી આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. ૫. મે મહિનાની પહેલી તારીખથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને રસી આપવાની શરુઆત કરાઈ હતી. ૬. આ પછીના તબક્કામાં ૩ જાન્યુઆરી ૨૦૨૨થી ૧૫-૧૮ વર્ષના યુવાનોને પણ રસી આપવાની શરુઆત કરાઈ છે.

૭. ચાલુ વર્ષે હેલ્થકેર સાથે સંકળાયેલા લોકો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે ૧૦ જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાની શરુઆત કરાઈ છે.

ભારતમાં કોરોનાના વાયરસ સામે લડવા માટે ચલાવવામાં આવી રહેલી રસીકરણ ઝુંબેશથી કેટલો ફાયદો થયો છે તે હાલ ચાલતી ત્રીજી લહેરમાં જાેવા મળી રહ્યું છે. એક્સપર્ટ્‌સ તથા ડૉક્ટરોએ જણાવ્યું છે કે હાલ દેશમાં મોટા પ્રમાણમાં કેસ નોંધાઈ રહ્યા છે તેમ છતાં રસીના બન્ને ડોઝ લીધા હોય તેવા બહુ ઓછા દર્દીઓ છે કે જેમને મેડિકલ સપોર્ટ કે ઓક્સિજન બેડની જરુર પડી હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.