Western Times News

Gujarati News

દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ૨૩ જાન્યુઆરી સુધી બંધ રહેશે

File

દ્વારકા, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી રોજબરોજ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. વધતા સંક્રમણના પગલે અનેક ગામ અને શહેરમાં સ્વૈચ્છિક રીતે આંશિક લોકડાઉન પણ લાગુ કરવામા આવી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યના દ્વારકાના જગતમંદિર સહિત મોટાભાગના મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાની જાહેરાત કરી દેવામા આવી છે.

દેવભૂમિ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિર અગામી ૧૭ જાન્યુઆરી થી ૨૩ જાન્યુઆરી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસો સતત વધતા જતા હોઈ યાત્રિકોની અવરજવર પણ વધારે રહેવાની સંભાવના વચ્ચે સંક્રમણ વધે નહીં તે માટે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાંનું સંક્રમણ વધતા આ ર્નિણય લેવાયો છે કલેકટરના અધ્યક્ષ સ્થાને દેવસ્થાન સમિતિ દ્વારા આ ર્નિણય લેવાયો છે. સોમવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવાશે.

આગામી ૧૭ જાન્યુઆરી થી ૨૩ જાન્યુઆરી મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મંદિર બંધ કરવાનો ર્નિણય લેવાયો હોઈ ભક્તો દ્વારકાધીશના દર્શન વેબસાઈટ મારફતે કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કેસો સતત વધવા લાગ્યા હોઈ સંક્રમણ વધે નહીં તે માટે મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.