Western Times News

Gujarati News

બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યની હત્યા કરાઈ

બોટાદ, તાલુકાના સેથળી ગામ પાસે પસાર થતી કેનાલ પાસે સેથળીથી રેફડા જવાના કાચા રસ્તેથી બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. હત્યા અંગેની જાણ બોટાદ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ લાશને પીએમ માંટે બોટાદ સોનાવાલા હોસ્પિટલ લાવવામાં આવી હતી. હત્યાનું કારણ હાલ અકબંધ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોટાદ તાલુકાના સેથળી ગામના રહેવાસી ઘનશાયમભાઈ બાબુભાઇ ઝુલાસના ઉવ.૫૦ નામના શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં લાશ સેથળીથી રેફડા જવાના કેનાલના રસ્તે મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હત્યાના બનાવ અંગેની જાણ બોટાદ પોલીસને થતા બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, એલ.સી.બી.એસ.ઓ.જી તેમજ સીટી પોલીસ સહિત મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યા કોને કરી છે, શા માટે કરી છે તે અંગેના તાપસના દોર શરૂ કરવામાં આવ્યા છે.

તેમજ પોલીસ દ્વારા લાશને પીએમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ હત્યાને લઈ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ હત્યા અંગેની જાણ પરિવારજનોને થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોએ ફરિયાદની નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

સેથળી ગામ પાસેથી જે હત્યા કરેલી લાશ મળી આવી છે તે, લાશ ઘનશ્યામભાઈ ઝુલાસનાની છે અને ઘનશ્યામ ભાઈ ઝુલાસના બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે તેવું હાલ જાણવા મળ્યુ છે.

બોટાદ પોલીસ દ્વારા હત્યાને લઈ અલગ અલગ ટીમો બનાવામાં આવી છે અને કોના દ્વારા આ હત્યા કરવામાં આવી છે અને હત્યા પાછળનું શુ કારણ છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા, વિરમગામ શહેરમાં જાહેર રોડ પર અગાઉની અદાવત બાબતે બોલાચાલી થતા મારમારીની ઘટના પણ સામે આી હતી.

છ શખ્સો દ્વારા ધારીયા, લોખંડની પાઇપો, લાકડીઓ વડે હુમલો કરતાં એક શખ્સને ગંભીર ઇજાઓ થતા વિરમગામની ખાનગી શિવ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત શખ્સ વિરમગામ શહેર ભાજપનો હોદ્દેદાર હોવાનું જાણવા મળ્યું છે.

તાલુકાના સેથળી ગામ પાસે પસાર થતી કેનાલ પાસે સેથળીથી રેફડા જવાના કાચા રસ્તેથી બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. હત્યા અંગેની જાણ બોટાદ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ લાશને પીએમ માંટે બોટાદ સોનાવાલા હોસ્પિટલ લાવવામાં આવી હતી. હત્યાનું કારણ હાલ અકબંધ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.