Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ૧૭,૧૧૯ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં ૧૭,૧૧૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના ૭૮૮૩ દર્દીઓ જ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૬૬,૩૩૮ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૦.૬૧ ટકાએ પહોંચી ચુક્યો છે. જાે કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૩,૧૭,૦૮૯ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

બીજી લહેર સમયે ૧૪૬૦૫ કેસ આવ્યા હતા તે હાઇએસ્ટ આંકડો હતો. જાે કે આજે આ રેકોર્ડ પણ તુટી ગયો છે. રાજ્યમાં આવેલા એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૭૯૬૦૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૧૩ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૭૯૪૮૭ સ્ટેબલ છે. ૮,૬૬,૩૩૮ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૧૭૪ નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૫ લોકોનાં મોત થઇ ચુક્યાં છે.

અમદાવાદ કોર્પોરેશનમાં ૩, સુરત કોર્પોરેશન ૨, સુરત ૩, ભાવનગર કોર્પોરેશન ૧, વલસાડ ૧, સહિત કુલ ૧૦ લોકોનાં મોત નિપજ્યાં છે. જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૯ને પ્રથમ ૪૧૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૮૦૬૮ ને પ્રથમ અને ૩૬૬૦૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૪૩૩૦૨ને રસીનો પ્રથમ અને ૧૦૪૦૪૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૫૭૪૨૦ ડોઝ અપાયા હતા. ૬૭૨૨૯ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. ૩,૧૭,૦૮૯ કુલ રસીના ડોઝ અપાયા હતા. ૯,૫૩,૭૯,૫૦૦ અત્યાર સુધીમાં રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.