Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૨,૯૭૦ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. થોડા થોડા દિવસથી રોજના બે લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૨,૯૭૦ નવા કેસ નોંધાયા છે અને ૪૪૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૮,૧૫૭ સંક્રમિતો સાજા થયા છે.

દેશમાં ગઈકાલ કરતાં આજે ૪૪,૮૮૯ કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૮,૩૧,૦૦૦ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧૫.૧૩ ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ ૮૯૬૧ થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ રૌૈદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭૧૧૯ નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે ૧૨ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ગત વર્ષે ૯ જૂન બાદ રાજ્યમાં નોંધાયેલો સૌથી વધુ દૈનિક મરણાંક છે.

જાન્યુઆરી માસના ૧૮ દિવસમાં જ રાજ્યમાં કુલ ૧,૨૪,૩૬૨ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૫૬ વ્યક્તિના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસનો આંક ૭૯૬૦૦ છે જ્યારે ૧૧૩ દર્દી વેન્ટિલેટર પર છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાન અને Indian Statistical Instituteના રિસર્ચર્સે હાલના અનુમાનોમાં દાવો કર્યો છે કે દેશમાં જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીના શરૂઆતમાં એક દિવસમાં ૧૦ લાખથી વધુ કોવિડ કેસ જાેવા મળી શકે છે. તે સમયે ત્રીજી લહેર તેના પીક પર પહોંચવા લાગશે.

બેંગ્લુરુ સ્થિત IISc-ISIમાં સેન્ટર ફોર નેટવર્ક્‌ડ ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા ઓમિક્રોન પર પ્રસ્તુત પ્રોજેક્ટ્‌સ જાન્યુઆરી-માર્ચ ૨૦૨૨ IISc-ISI Modelમાં પણ ભવિષ્યવાણી કરાઈ છે કે ત્રીજી કોવિડ લહેર જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ચરમ પર હોઈ શકે છે. તે સમયે રોજના ૧૦ લાખ કેસ આવી શકે છે.

જાે કે જાેશીએ એમ પણ કહ્યું કે ત્રીજી લહેરનો પીક અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે હશે. કેસમાં કમીથી ભારતમાં ત્રીજી લહેરનો અંત પણ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૨,૩૮,૦૧૮ નવા કેસ આવ્યા અને કુલ ૩૧૦ લોકોના કોરોનાથી મોત થયા. કોવિડ કેસના લેટેસ્ટ આંકડામાં ઘટાડો જાેવા મળ્યો છે. સોમવારે દેશમાં કોરોનાના ૨,૫૮,૦૮૯ નવા કેસ નોંધાયા હતા અને ૩૮૫ લોકોના મોત થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.