Western Times News

Gujarati News

બજેટમાં હોમલોન ડીડકશન 1.50 લાખથી 2 લાખ થવાની સંભાવના

મહામારી અને મોંઘવારીનો માર ઝેલતા લોકોને રાહત આપવાની તૈયારી : આવકવેરાની વૈકલ્પિક સ્કીમમાં બહું ઓછા કરદાતા સામેલ થતા આકર્ષણ વધારવા બજેટમાં નવા પગલાં લેવાશે

નવીદિલ્હી,  કેન્દ્ર સરકારના આગામી 1લી ફેબ્રુઆરીએ પેશ થનારા સામાન્ય બજેટમાં સંભવિત રાહતો-જોગવાઈઓ વિશે અટકળો તેજ થવા લાગી છે. આવકવેરા કાયદાને લાગે વળગે છે

ત્યાં સુધી ગત વર્ષે દાખલ વૈકલ્પિક ટેકસ સ્લેબ પ્રત્યે વધુ આકર્ષણ સર્જવા ટેકસ દરમાં ઘટાડો થઈ કે છે. કેન્દ્ર સરકારે ગત વર્ષના બજેટમાં ઈન્કમટેકસમાં કોઈપણ પ્રકારની છૂટછાટો વિનાની વૈકલ્પિક સ્કીમ લાગુ કરી હતી પરંતુ જેમાં બહુ ઓછા કરદાતા સામેલ થયા હતા.

નાણા મંત્રાલય દ્વારા આ વૈકલ્પિક સ્કીમની સમીક્ષા કરવામા આવી હતી. વધુ કરદાતા તે માર્ગે વળે તે માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વૈકલ્પિક કરમાળખામાં ટેકસના દરમાં ઘટાડો થઈ શકે છે. આ વૈકલ્પિક કરમાળખા અંતર્ગત પીએફ, હોમલોન, જીવન કે આરોગ્ય વીમા, શિક્ષણ ફી જેવી કોઈ છૂયછાયોનો લાભ ન લેનારાને નીચા ટેકસની ઓફર છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે કોરોનાકાળમાં મેડિકલ વીમો અનિવાર્ય બની ગયો છે અને સામાજિક સુરક્ષા માટે પીએફ-પેન્શન જેવી સ્કીમોનો મોહ છૂટે તેમ ન હોવાથી વ્યક્તિગત કરદાતાઓએ નવી સ્કીમમાં રસ લીધો નથી.

કરવેરા નિષ્ણાતોએ કહ્યું કે બિઝનેશ આવક ધરાવતા કરદાતાઓ માટે વૈકલ્પિક સ્કીમ જટિલ બની રહી હતી. કોરોનાકાળની મંદી-લોકડાઉન જેવા કારણોથી અનેક લોકોએ શેરબજારમાં પણ હાથ અજમાવ્યો છે. કમાણીની કેટેગરીની ઝંઝટમાં પડવા કરતા મુળ કાયદા હેઠળ જ આવકવેરા રિટર્ન ભરવાનું પસંદ કર્યું છે.

નાણા મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું કે વૈકલ્પિક સ્કીમની વિવિધ મુશ્કેલીઓ ચકાસણી હેઠળ છે. તળિય ઉકેલ લાવવા સાથે તેને વધુ આકર્ષક બનાવવા નવા અંદાજપત્રમાં જોગવાઈઓ કરવામાં આવશે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે વૈકલ્પિક સ્કીમમાં કરમુક્તિ મર્યાદા વધારવામાં આવે

તો આકર્ષણ ઉભું થઈ શકે છે જે હાલ રૂા.2.50 લાખની છે. બીજી તરફ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા તથા તમામને ‘ઘરના ઘર’ની નીતિ અંતર્ગત હોમ લોન પરની ટેકસ ડીડકશન મર્યાદામાં વધારો થવાની શકયતા છે. હાલ 80-સી હેઠળ 1.50 લાખની છૂટછાટ વધારીને બે લાક થઈ શકે છે.

આવાસ-મકાનોની માંગમાં વૃધ્ધિ થવાની સાથોસાથ કરદાતાઓને વધુ છૂટછાટ મળી શકે છે. કરવેરા નિષ્ણાતોએ કહ્યું કે સરકારે છેલ્લે 2014માં આ મર્યાદામાં વધારો કર્યો હતો. હવે ફરી વૃધ્ધિ કરવાનું જરૂરી બન્યું છે. મહામારી ઉપરાંત મોંઘવારીનો માર જેવા કારણોથી રાહતો અનિવાર્ય થઈ પડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.