Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૩,૧૫૦ નવા કેસ આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે નવા ૨૩,૧૫૦ નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ ૧૦,૧૦૩ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૯,૦૫,૮૩૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને ૮૬.૬૦ ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧,૮૮,૫૮૮ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૨૯૮૭૫ કુલ કેસ છે. જે પૈકી ૨૪૪ વેન્ટિલેટર પર છે. ૧૨૯૬૩૧ નાગરિકો સ્ટેબલ છે. ૯,૦૫,૮૩૩ નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૨૩૦ નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૧ ને પ્રથમ ૨૫૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૫૫૪૭ને પ્રથમ ૨૦૪૮૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૪૮૪૮ ને પ્રથમ ૫૮૦૨૯ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૩૭૩૮૯ રસીના ડોઝ જ્યારે ૪૨૦૨૪ ને પ્રીકોર્શન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ ૧,૮૮,૫૮૮ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ ૯,૬૨,૨૮,૩૯૧ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.