Western Times News

Gujarati News

તમિલનાડુના દસ વર્ષના બાળકે વકીલોનું કામ સરળ બનાવવા એપ બનાવી

ચેન્નાઇ, દેશમાં આજકાલ નવી ટેકનોલોજીની શોધ થઇ રહી છે. કોરોના યુગમાં નાના બાળકો પણ ટેકનોલોજીની મદદથી નવી વસ્તુઓ બનાવી રહયા છે. તમિલનાડુના વેલ્લોરના એક ૧૦ વર્ષના છોકરાએ આવું જ કારનામું કર્યુ છે. કનિષ્કર નામના આશાસ્પદ બાળકે ‘ઇ-એટર્ની’ નામની એપ બનાવી છે. જે વકીલોને ગ્રાહકોની માહિતી અને કેસની વિગતોને સરળતાથી હેન્ડલ કરવામાં મદદ કરશે.

આ એપ્લિકેશનની યુએસપી એ છે કે તે વપરાશકર્તાઓને સાઇન ઇન કરવા અને કલાયંટ દસ્તાવેજાે ઉમેરવા અને અન્ય કેસ સંબંધિત માહિતીને ઝડપથી સંગ્રહિત કરવાની મંજૂરી આપે છે.

કનિષ્કરના પિતા કે જેઓ વકીલ પણ છે, રોગચાળા દરમિયાન કલાયન્ટની વિગતોને વ્યવસ્થિત રાખવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તેથી જયારે નાના છોકરાને તેના કોડિંગ પ્રોજેકટ માટે કોર્સનો વિષય પસંદ કરવાનો હતો. ત્યારે તેણે કંઇક બનાવવાનું નક્કી કર્યુ જે તેના પિતાને મદદ કરે. ‘ઇ-એટર્ની’ એપ્લિકેશન દ્વારા, વપરાશકર્તાઓ તેમના ગ્રાહકોનો સીધો સંપર્ક કરી શકે છે જેમને એકસેસ આપવામાં આવે છે.

કનિષ્કરે જણાવ્યું કે તેમના પિતા કામના ભારણને કારણે દરરોજ મોડા ઘરે આવતા હતા અને જયારે તેઓ કયારેક તેમની ઓફિસે જતા ત્યારે તેઓ તેમન પિતાના જુનિયર અને અન્ય વકીલોને દસ્તાવેજાે શોધતા જાેતા હતા. જેના કારણે તેમના પિતાને વધુ વિલંબ થતો હતો.

તેમણે કહ્યું કે વકીલોએ દસ્તાવેજાે જાળવવા, પુરાવા એકત્ર કરવા, ગ્રાહકો સાથે વાત કરવા અને તારીખો વિશે તેમણે જાણ કરવા જેવા ઘણા કાર્યો સંભાળવા પડે છે. તેથી જ તે ઇચ્છતો હતો કે તેના પિતા સમયસર તેમનું કામ પુરું કરે અને ઓફીસેથી વહેલા ઘરે આવે.

ત્યારે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સમસ્યાો ઉકેલ શોધવા માટે તેમના મગજમાં એપ બનાવવાનો વિચાર આવ્યો. પિતા રજની કે.એ કહ્યું કે તે પણ હવે થોડા અઠવાડિયાથી આ એપનો ઉપયોગ કરી રહયા છે. તેમણે આ એપની પ્રશંસા કરતા કહ્યું કે તેના ફીચર્સ ખૂબ ઉપયોગી છે. અગાઉ તેઓએ ગ્રાહકોને તારીખો વિશે માહિતી આપવા માટે હંમેશા જુનિયર અને કલાર્ક પર આધાર રાખવો પડતો હતો.

પરંતુ હવે આ એપ્લિકેશનને તેમના કામનું ભારણ અડધું કરી દીધું છે. કનિષ્કરના માર્ગદર્શક નીલકંઠને આ એપમાં કનિષ્કરને તેમના કોડિંગ પ્રોજેકટમાં મદદ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.