Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા કલેક્ટરે 4 દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ના સર્ટિફિકેટ આપ્યા

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દિકરી અને મહિલા સશક્તિકરણને લઇને કરાયેલી યોજનાઓનો લાભ મહિલાઓ અને દિકરીઓએ લેવો જોઇએ :-  શ્રી સંદિપ સાગલે

આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની અધ્યક્ષસ્થામાં ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

દિકરા-દિકરીઓની સંખ્યા વચ્ચે પ્રવર્તતી અસમાનતા અને બાલિકાઓના શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, કાનૂની અધિકારો અંગે જાગરૂકતા વધારવા માટે ૨૪ જાન્યુઆરીનો દિવસ દેશભરમાં ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ અવસરે રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભકામનાઓ પાઠવતા કલેકટરશ્રી સંદિપ સાગલેએ કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દિકરી અને મહિલા સશક્તિકરણને લઇને ઘણી યોજનાઓ અમલમાં મૂકાઈ છે, જેનો લાભ અમદાવાદ જિલ્લા સહીત રાજ્યની તમામ મહિલાઓ અને દિકરીઓએ લેવો જોઇએ.

આ અવસરે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રીએ પ્રતિકાત્મક સ્વરૂપે 4 દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ના સર્ટિફિકેટ આપીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

તદઉપરાંત કોરિયામાં આયોજીત જૂડો સ્પર્ધામાં દેશ માટે સિલ્વર મેડલ જીતનાર નેશનલ મેડાલિસ્ટ સપના નાયકરને પણ કલેક્ટર શ્રી દ્વારા સન્માનિત કરાઇ હતી.

આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ અમદાવાદ કચેરીના દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી (પ્રોક્ટ્રેશન ઓફિસર), મહિલા શક્તિ કેન્દ્ર યોજનાના મહિલા કલ્યાણ અધિકારીશ્રી તેમજ જિલ્લા કોર્ડિનેટર પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.