Western Times News

Gujarati News

શિવાંગી જાેશી નાયરા જેવો જાદુ ના પાથરી શકી

મુંબઈ, સીરિયલ ‘બાલિકા વધૂ ૨’માં થોડા મહિના પહેલા જ લીપ આવ્યો હતો. જે બાદ શિવાંગી જાેશી, રણદીપ રાય અને સમૃદ્ધ બાવાની અનુક્રમે આનંદી, આનંદ અને જિગરના રોલમાં એન્ટ્રી થઈ હતી. શિવાંગી જાેશીને સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાનું પાત્ર ભજવીને ખૂબ પોપ્યુલારિટી મળી હતી.

જ્યારે ‘બાલિકા વધૂ ૨’માં તેની એન્ટ્રી થઈ ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે શોની ટીઆરપી આકાશને આંબશે. પરંતુ લાગી રહ્યું છે કે, શિવાંગી જાેશીનો જાદુ આ શોમાં ના ચાલ્યો અને હવે લેટેસ્ટ રિપોર્ટનું માનીએ તો ટૂંક સમયમાં જ ‘બાલિકા વધૂ ૨’ પર પડદો પડી જશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બાલિકા વધૂ ૨ના મેકર્સ આનંદી-આનંદ અને જિગરની વાર્તા પર પૂર્ણવિરામ મૂકવાનો ર્નિણય કર્યો છે. આગામી મહિને આ શો બંધ થઈ જશે તેવી ચર્ચા છે.

મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પ્રમાણે, શોના મેકર્સ હવે આ વાર્તાને યોગ્ય અંત કેવી રીતે આપવો તે અંગે વિચારી રહ્યા છે અને કામે લાગી ગયા છે. જાેકે, શો ઓફ-એર થવા અંગેની ચર્ચા પર હજી સુધી કલાકારો કે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. બાલિકા વધૂ ૨ના હાલના ટ્રેકની વાત કરીએ તો, આનંદી આનંદનો પ્રેમ પ્રસ્તાવ નકારી ચૂકી છે.

આનંદે આનંદીને તેની સાથે લગ્ન કરીને યુએસએ આવવાનું કહ્યું હતું. જાેકે, આનંદી આનંદનું દિલ તોડતા કહેશે કે તે તેને માત્ર ફ્રેન્ડ માને છે. દરમિયાન, શિવાંગી જાેશી થોડા સમય પહેલા તેણે બનાવેલા રીલને કારણે ચર્ચામાં હતા.

શિવાંગીએ ફિલ્મ ‘પુષ્પા’ના ગીત ‘સામી સામી’ પર રીલ બનાવ્યું હતું, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. ફેન્સને શિવાંગીનો આ અંદાજ ખૂબ ગમ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિવાંગી જાેષીએ આશરે પાંચ વર્ષ સુધી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરા અને સિરતનું પાત્ર ભજવ્યું હતું. ૨૦૨૧માં તેણે આ શો છોડ્યા બાદ ‘બાલિકા વધૂ ૨’માં આનંદી તરીકે એન્ટ્રી કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.