Western Times News

Gujarati News

ગણતંત્ર દિવસ પર ક્રિસ ગેલે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

નવીદિલ્હી, દેશમાં ૭૩મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ પોતપોતાની રીતે દેશનાં સ્વતંત્ર પ્રજાસત્તાક બનતા અને કાયદાનાં શાસનની સ્થાપનાનો રાષ્ટ્રીય તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો આ ખુશીનાં અવસર પર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનાં ૪૨ વર્ષીય ક્રિકેટર ક્રિસ ગેલે પણ ટ્‌વીટ કરીને દેશને શુભેચ્છા પાઠવી છે.

કેરેબિયન દિગ્ગજ ખેલાડીએ ટ્‌વીટ કર્યું કે, ‘હું ૭૩માં ગણતંત્ર દિવસ પર ભારતને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. હું વડાપ્રધાન મોદીનાં એક અંગત સંદેશથી પ્રભાવિત થયો હતો જેમાં તેમના અને ભારતનાં લોકો સાથેનાં મારા સંબંધો વિશે વાત કરવામાં આવી છે.

યુનિવર્સ બોસ તરફથી તમને બધાને અભિનંદન. આપને જણાવી દઈએ કે, ક્રિસ ગેલ લાંબા સમયથી દેશની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણી ટીમો માટે ભાગ લેતો જાેવા મળી રહ્યો છે. આ સિવાય તે સમયાંતરે સોશિયલ મીડિયા દ્વારા પણ ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે.

આ સાથે, સિક્સર કિંગ લાંબા સમયથી ભારતની પ્રખ્યાત લીગ આઇપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) માં ઘણી ટીમો માટે રમ્યો છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા ભારત પ્રત્યેનાં પ્રેમને વ્યક્ત કરતો જાેવા મળ્યો છે. આવી સ્થિતિમાં, સમગ્ર ભારતને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપીને તેણે ફરીથી ચાહકોનું દિલ જીતી લીધું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.