Western Times News

Gujarati News

શાર્દુલ-ચહરને લીધે હાર્દિક માટે ટીમમાં પાછા ફરવું મુશ્કેલ

મુંબઈ, હાર્દિક પંડ્યા માટે ટીમમાં કમબેક જેટલું સરળ માનવામાં આવે તેટલું સરળ દેખાતું નથી. એક તરફ હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે ટીમમાંથી બહાર થયો હતો તો નવા બોલર તેની ગેરહાજરીમાં સારું પ્રદર્શન કરતા જાેવા મળ્યા છે, જેમાં ફાસ્ટ બોલર સાથે સારી બેટિંગનું પ્રદર્શન કરીને પોતાની પોઝિશન માટે દાવ ઠોક્યો છે. જેમાં શાર્દુલ ઠાકુર અને દીપક ચહરનું નામ સૌથી આગળ છે. આ સિવાય વેન્કટેશ્વર ઐયર પણ લાઈનમાં છે.

હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી બન્ને ટીમોમાં શાર્દુલ ઠાકુર અને દીપક ચહરને જગ્યા મળી છે. આ બન્નેએ પોતાના બેટ દ્વારા પણ આફ્રિકામાં સાબિતી આપી છે, એવું કહી કે તેમણે ભારતીય ટીમની ઈજ્જત બચાવી છે તો તેમાં કશું ખોટું નથી. વન્ડે સીરિઝ પહેલા બે મેચમાં શાર્દુલ ઠાકુલ નોટઆઉટ રહીને ૫૦ અને ૪૦ રનની ઈનિંગ્સ રમી હતી, જ્યારે અંતિમ મેચમાં દીપકે ૨ વિકેટ લેવાની સાથે ૫૪ રનની ઈનિગ્સ પણ રમી હતી.

બીજી તરફ ‘ઇ૨૦ વર્લ્‌ડકપમાં હાર્દિક પંડ્યાને એક વિશ્વાસ સાથે ટીમમાં લેવાયો હતો કે તે બોલિંગ કરશે, પરંતુ એવું થયું નહોતું. તે માત્ર બોલિંગ જ નહીં પરંતુ બેટિંગમાં પણ કોઈ કમાલ કરી શક્યો નહોતો. આમ છતાં તેને ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે નિયમિત કેપ્ટન રોહિત શર્મા પરત ફરી રહ્યો છે, તે સંપૂર્ણ રીતે ફીટ છે. એટલે કે અહીં હાર્દિક પંડ્યા માટે ટીમ ઈન્ડિયામાં ફરી એન્ટ્રી કરવું મુશ્કેલ લાગી રહ્યું છે. જાેકે, ઈન્ટરનેશલ મેચ સિવાયની મેચોમાં હાર્દિકના પરફોર્મન્સના આધારે કેટલાક ર્નિણય લેવામાં આવી શકે છે.

આ પ્રકારે રહેશે ભારતીય ટીમ વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકીપર), દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, રવિ વિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન. ટી૨૦ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), વેન્કટેશ્વર ઐયર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, રવિ વિશ્નોઈ, અક્ષર પટેલ, યુજ્વેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, મો. સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.