Western Times News

Gujarati News

IPLમાં અંડર-૧૯ના કેટલાક ખેલાડીને અધધ રૂપિયા મળશે

File

નવી દિલ્હી, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય અંડર-૧૯ ક્રિકેટર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મોટી રકમ મેળવી રહ્યા છે અને આ વખતે આઈપીએલ-૨૦૨૨ માટે યોજાનારી હરાજીમાં પણ આવું જ જાેવા મળી શકે છે. આ હરાજી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે.

વર્તમાન પેઢી આઈપીએલ જાેઈને મોટી થયેલી છે અને તેથી તેઓ ચોક્કસથી હરાજી પર નજર રાખશે. જાેકે, ૨૦૦૮માં જ્યારે લીગની શરૂઆત થઈ હતી ત્યારે અંડર-૧૯ ટીમના સુકાની વિરાટ કોહલી અને તેના સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજાને ડ્રાફ્ટ સિસ્ટમ દ્વારા અનુક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સે ટીમમાં સામેલ કર્યા હતા.

રૂપિયા મર્યાદિત હોવાના કારણે તેઓ હરાજીમાં ઉપલબ્ધ ન હતા. જાેકે, ધીમે ધીમે નિયમો બદલાયા અને અંડર-૧૯ ખેલાડીઓને હરાજીમાં ભાગ લેવાની મંજૂરી મળી. ત્યારબાદ તેઓ નેશનલ ટીમમાં રમ્યા વગર પણ સારી એવી રકમ મેળવે છે. આ વખતે અંડર-૧૯ ટીમના કેટલાક ખેલાડીઓ છે જે મોટી રકમ મેળવી શકે છે.

તેમણે પોતાની પ્રતિભા દેખાડી દીધી છે અને હરાજીમાં ટીમો તેમની પાછળ રૂપિયા ખર્ચી શકે છે. આ ખેલાડીઓ આ પ્રમાણે છે આ વર્ષે ભારત અંડર-૧૯માં હારૂન સિંહ અત્યંત પ્રતિભાશાળી ખેલાડી છે. તે ટીમનો મહત્વનો બેટર છે અને તાજેતરમાં જ તેમણે કેટલીક લાજવાબ ઈનિંગ્સ રમી છે. વર્તમાન અંડર-૧૯ વર્લ્‌ડ કપમાં ભારતની બીજી મેચમાં તેણે ૮૮ રનની ઈનિંગ્સ રમી હતી. તે આ વખતે હરાજીમાં મોટી રકમ મેળવી શકે છે.

ઓપનર અંગક્રિશ એક લાજવાબ બેટર છે. તેણે આયર્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં ૭૯ રનની ઈનિંગ્સ રમી હતી અને ત્યરાબાદ યુગાન્ડા સામે ૧૨૦ બોલમાં ૧૪૪ રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. તેથી ટીમો તેના માટે મોટી બોલી બોલી શકે તેમ છે. તે એક ઓલ-રાઉન્ડર છે અને આઈપીએલના ફોર્મેટમાં એકદમ ફિટ બેસે તેવો છે. તેણે ૩-૪ ઓવર સરળતાથી કરી શકે છે અને સારો બેટર પણ છે.

તેણે યુગાન્ડા સામે ૧૦૮ બોલમાં ૧૬૨ રન ફટકાર્યા હતા અને આયર્લેન્ડ સામે ૬૪ બોલમાં ૪૨ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સાઉથ આફ્રિકા સામે ચાર મહત્વની વિકેટ પણ ઝડપી હતી. જે ટીમ સારા ઓલ-રાઉન્ડરની શોધમાં તેના માટે રાજા બાવા એક સારો વિકલ્પ છે.

યશ ભારતીય અંડર-૧૯ ટીમનો કેપ્ટન છે અને તમામ ફોર્મેટ માટે તે ઉપયોગી ખેલાડી છે. તે હારૂન સિંહ જેટલો જ પ્રતિભાશાળી છે. તેણે સાઉથ આફ્રિકા સામે ૧૦૦ બોલમાં ૮૨ રનની ઈનિંગ્સ રમી હતી. કમનસીબે તેનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં કેટલીક મેચોમાં રમી શક્યો ન હતો.

જાેકે, તેણે પોતાની પ્રતિભા દેખાડી દીધી છે અને આઈપીએલ-૨૦૨૨ના મેગા ઓક્શનમાં તમામ ટીમોનું ધ્યાન ખેંચી શકે છે. વર્તમાન અંડર-૧૯ ટીમનો તે શ્રેષ્ઠ બોલર છે. તેણે સાઉથ આફ્રિકા સામે ઝંઝાવાતી બોલિંગ પ્રદર્શન કરતા ૨૮ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તે અંડર-૧૯ વર્લ્‌ડ કપ ૨૦૨૨નો સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.