Western Times News

Gujarati News

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ઉકરડા રોગચાળાનું ઉદ્‌ગમ સ્થાન બનવાની ભીતી

ઉકરડાઓમાં ઈતરડીની હાજરીથી પ્રાણી જન્ય રોગચાળો ફેલાવવાની દહેશત

બાયડ, સાબકાંઠા-અરવલ્લી જિલ્લામાં નિર્મળ ગુજરાતની ઉજવણીઓ પછી પણ ગામ નજીકના ઉકરડાઓ દૂર ન કરાવાતાં પ્રજાનું આરોગ્ય જાેખમાય તે રીતે ઉકરડા રોગચાળાનું ઉદ્‌ગમ સ્થાન બની રહ્યા છે અને ઈતરડીની ઉકરડાઓમાં વધુ હાજરી રહેતી હોવાથી જિલ્લામાં પ્રાણી જન્ય રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઈ છે.

જ્યારે મોટાભાગના પ્રાણી જન્ય રોગોનો ફેલાવો ઇતરડીથી થતો હોય છે અને તે ઉકરડાઓમાં જ ઝડપથી વધતી હોવાનું ખુદ આરોગ્ય તંત્ર સ્વીકારી રહ્યું છે. પરંતુ ઉકરડા દૂર કરાતા ન હોવાથી પ્રજાનું આરોગ્ય જાેખમમાં મૂકાયું છે.

રાજ્યમાં સૌ પ્રથમવાર દેખાયેલ-કોન્ગોક્રીમીયમ વાયરસ ઈતરડીની માનવીના શરીરમાં દાખલ થયાનું બહાર આવ્યું છે અને આ વાયરસથી અત્યાર સુધીમાં ૯થી વધુ લોકો મોતના મુખમાં ધકેલાઈ જતાં આરોગ્ય વિભાગ દ્વારા ઈતરડીનો ફેલાવો અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જ્યારે ઈતરડીનો સૌથી વધુ ઉપદ્રવ ઉકરડાઓમાં રહેતો હોવાથી વર્મી કમ્પોસ્ટ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉકરડા અને કચરાનો નિકાલ કરવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં શાળા, મહાશાળાઓ તથા બાળકોના આંગણવાડી કેન્દ્રો નજીક જ ઉકરડાઓના ઢગ ખડકાયેલા હોવાથી અભ્યાસ અર્થે જતા બાળકોનું આરોગ્ય અસલામત બની રહ્યું છે.

જિલ્લામાં નિર્મળ ગુજરાતની ઉજવણી પ્રસંગે પણ ઉકરડાઓ દૂર કરવાનો મુદ્દો ઉછળ્યો હતો પરંતુ તંત્ર ગામડાઓમાંથી ઉકરડાઓ દૂર કરાવી શક્યું ન હતું અને હવે કોન્ગોક્રીમીયમ વાયરસ ફેલાવવામાં ઈતરડીને જવાબદાર માનવામાં આવી છે

અને તે ઉકરડાઓમાં જ વધુ રહેતી હોવાથી અગમચેતીના ભાગરૂપે ઉકરડી હટાવવા જ રહ્યા. જિલ્લામાં અગાઉ પણ ઝેરી કમળાએ હાહાકાર મચાવ્યો હતો અને આરોગ્ય તંત્ર અને તપાસનીશ ટીમો તેનું ઉદ્‌ગમ સ્થાન શોધવા માટે રીતસરના ફાંફે ચડ્યા હતા.

જાે કે તેમાં તબીબોની બેદરકારીથી ઝેરી કમળો ફેલાયોનું બહાર આવ્યું હતું અને હવે રાજ્યમાં નવા જ પ્રકારના કોન્ગોક્રીમીયમ વાયરસે દોઢ દાયકામાં દેખા દીધી હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉકરડા હટાવો અભિયાન હાથ ધરાય તે જરૂરી બન્યું છે અન્યથા ઉકરડાઓમાં રહેતી ઈતરડીથી પ્રાણી જન્ય રોગચાળો ફેલાવવાની શક્યતાઓ અનેક ગણી વધી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.