Western Times News

Gujarati News

દ.આફ્રિકાના ચામાચિડિયાઓમાંથી મળેલો ‘નિયોકોવ’ વેરિએન્ટ મનુષ્યો માટે ઘાતક: ડબ્લ્યુએચઓ

નવીદિલ્હી, દુનિયાભરમાં ઓમિક્રોન અને ડેલ્ટાના જાેખમ વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટની જાણકારી મળી છે. વૈજ્ઞાનિકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે નવો વેરિએન્ટ કોરોનાના અન્ય તમામ વેરિએન્ટની સરખામણીમાં ઘણો ઘાતક સાબિત થઈ શકે છે. કોરોનાના આ નવા વેરિએન્ટને નિયોકોવ નામ આપવામાં આવ્યું છે.

આ વેરિએન્ટને જાેખમી ગણાવવામાં આવી રહ્યો છે. ચીનની વુહાન યુનિવર્સિટીના રિસર્ચર્સે દક્ષિણ આફ્રિકાના ચામાચિડિયાઓમાં એક નવા પ્રકારના કોરોના વાયરસની ભાળ મેળવી છે. તેમણે પોતાના રિસર્ચમાં દાવો કર્યો છે કે તેમાં મ્યૂટેન્ટની ક્ષમતા વધુ છે.

આ બાજુ WHO એ કહ્યું કે તેની ક્ષમતાને હજુ વધુ સ્પષ્ટતાની જરૂર છે. ચીનની વુહાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ નિયોકોવ સાર્સસીઓવી-૨ની જેમ જ માનવ કોશિકાઓમાં પ્રવેશ કરી શકે છે. જાે કે હજુ સુધી તેનો પીયર રિવ્યૂ કરવામાં આવ્યો નથી એટલે કે આ અનુસંધાનની પૂર્ણ સમીક્ષા કરવાની હજુ બાકી છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યાં મુજબ દક્ષિણ આફ્રિકામાં ચામાચિડિયાઓમાંથી મળી આવેલો નિયોકોવ વાયરસ મનુષ્યો માટે જાેખમ છે કે નહીં તે સવાલ પર હજુ વધુ અભ્યાસની જરૂર છે. તેણે તાસ સમાચાર એજન્સીના હવાલે કહ્યું કે શું રિસર્ચમાં મળી આવેલો વાયરસ મનુષ્યો માટે જાેખમ પેદા કરશે, તે જાણવા માટે આગળના અભ્યાસની જરૂર રહેશે.

ડબ્લ્યુએચઓનું કહેવું છે કે તેના એનિમલ હેલ્થ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન તથા યુએન એન્વાયર્મેન્ટ પ્રોગ્રામે આ ઉભરતા નિયોકોવ વાયરસ પર નજર રાખવાનું શરૂ કરી દીધુ છે અને આ વાયરસના સંભવિત જાેખમ પર જાણકારીઓ ભેગી કરવાનું પણ શરૂ કર્યું છે.

આ રિસર્ચ પબ્લિશ પહેલા સંગ્રહ કોશ બાયોઆરએક્સઆઈવી પર હાલમાં જ રજુ કરાયો છે અને તેની સમીક્ષા થવાની હજુ બાકી છે. આ વાયરસથી ફેલાનારી બીમારીની પહેલીવાર ઓળખ ૨૦૧૨માં સાઉદી અરબમાં કરાઈ હતી.

કોરોના વાયરસ વિષાણુઓનો એક મોટો પરિવાર છે જે સામાન્ય શરદી ઉધરસથી લઈને સાર્સ જેવા રોગનું કારણ બની શકે છે. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સિસ અને વુહાન યુનિવર્સિટીના રિસર્ચર્સના ધ્યાનમાં આવ્યું છે કે નિયોકોવ દક્ષિણ આફ્રિકાના ચામાચિડિયાઓના સમૂહમાં મળી આવ્યો છે અને તે આ જંતુઓમાં ખાસ કરીને ફેલાય છે.

રિસર્ચર્સે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે પોતાના હાલના સ્વરૂપમાં નિયોકોવ મનુષ્યોને સંક્રમિત કરતો નથી પરંતુ જાે તે વધુ મ્યૂટેન્ટ થયો તો તે કદાચ નુકસાનકારક બની શકે છે.

રિસર્ચર્સે કહ્યું કે આ અભ્યાસમાં અમે અપ્રત્યાશિત રીતે જાણ્યું કે નિયોકોવ અને તેની નીકટના પીડીએફ-૩૨૮૦-કોવ માનવ શરીરમાં પ્રવેશ કરવા માટે કેટલાક પ્રકારના ચામાચિડિયા, એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઈમ ૨ (એસીઈ ૨) નો પ્રભાવી રીતે ઉપયોગ કરી શકે છે. એસીઈ ૨ કોશિકાઓ પર એક રિસેપ્ટર પ્રોટીન છે જે કોરોના વાયરસને કોશિકાઓ સાથે જાેડાવવા અને સંક્રમિત કરવા માટે પ્રવેશ પોઈન્ટ પ્રદાન કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.