Western Times News

Gujarati News

એર ઈન્ડિયાના મેકઓવર માટે ટાટા ગ્રૂપને પાંચ વર્ષમાં 37500 કરોડ ખર્ચવા પડશે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની કાયાપલટ તો શરુ કરી દીધી છે પણ ટાટા ગ્રૂપ માટે પણ એરલાઈનના મેક ઓવર કરવા માટે ખાસી મહેનત કરવી પડશે.

જાણકારોનુ માનવુ છે કે, એર ઈન્ડિયાની કાયાપલટ  માટે આગામી પાંચ વર્ષમાં ટાટા ગ્રૂપને 37500 કરોડ રુપિયાનો ખર્ચ કરવો પડશે.

એર ઈન્ડિયાને પ્રોફિટમાં લાવવા માટે ટાટા ગ્રૂપે પોતાની ત્રણે એરલાઈન કંપનીઓનુ મર્જર કરવુ પડશે.ટિકિટના ભાવમાં ઓછામાં ઓછા 15 ટકાનો વધારો કરવો પડશે.નુકસાનમાં ચાલી રહેલા રુટ બંધ કરવા પડશે.જુના વિમાનોને કાઢી નાંખવા પડશે અને આંતરરાષ્ટ્રીય સ્તરના ધારાધોરણો પર ફોકસ કરવુ પડશે. જાણકારોનુ માનવુ છે કે, એર ઈન્ડિયાના હાલના કર્મચારીઓની છટણી ટાટા ગ્રૂપ સામે મોટો પડકાર હશે.

હવે ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરન પર આધાર રાખે છે કે, તેઓ ટાટા ગ્રૂપની ત્રણે એરલાઈનને પ્રોફિટમાં લાવવાનો ચમત્કાર કેવી રીતે કરશે કારણકે એર ઈન્ડીયાનો માર્ચ મહિનાના અંત સુધીમાં લોસ 83000 કરોડ, એર એશિયાનો 1532 કરોડ અને વિસ્તારાનો 1612 કરોડ રુપિયા લોસ હતો.ટાટા ગ્રૂપને સૌથી મોટો ખર્ચ નવા વિમાનો ખરીદવા માટે કરો પડશે.સરકાર સાથે ડીલ પ્રમાણે એર ઈન્ડિયાના હાલના કર્મચારીઓને ઓછામાં ઓછુ એક વર્ષ માટે નોકરી પર પણ રાખવાના છે.આ સંખ્યા 12000 જેલી થવા જાય છે.

એરલાઈન્સના સંચાલન માટે ટાટા ગ્રૂપે એવિએશન સેક્ટરમાંથી કોઈ સારા વ્યક્તિની સીઈઓ તરીકે પણ નિમણૂંક કરવી પડશે.બીજી તરફ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સેટ કરાવ માટે ટાટા ગ્રૂપે વહેલી તકે બોઈંગ-777 વિમાનોથી છુટકારો મેળવવાની જરુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.