Western Times News

Gujarati News

બજેટ બાદ સસ્તા થશે ઈલેટ્રોનિક ઈક્વિપમેન્ટ અને મોબાઈલ

Files Photo

નવી દિલ્હી, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમન એક ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે.જેમાં દેશના તમામ વર્ગને ફાયદાની આશા છે. લોકો ઈચ્છી રહ્યા છે કે, સરકાર એવી જાહેરાતો કરે જેનાથી આવક વધે.

દરમિયાન એક અંગ્રેજી અખબારે સરકારના સૂત્રોને ટાંકીને અહેવાલ પ્રગટ કર્યો છે કે, દેશમાં ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલના પાર્ટસના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર તેના પર ડયુટી ઘટાડી શકે છે.જેનાથી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોબાઈલ સસ્તા થઈ શકે છે.

આ સિવાય કસ્ટમ ડ્યુટીની પ્રક્રિયાને પણ સરળ કરવાની ચર્ચા થઈ રહી છે.જેનાથી સ્થાનિક ઉત્પાદનમાં પણ આસાની થશે.સરકાર સ્માર્ટ વોચ જેવા સાધનો પર પણ ડ્યુટી ઘટાડવા માટે વિચારી રહી છે.

સરકારને આશા છે કે, મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ અને તેની નિકાસમાં તેજી આવશે તેમજ ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને સાધનોની નિકાસ પણ વધશે.

સરકારને આશા છે કે, 2025 સુધીમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોની નિકાસ વધીને 8 અબજ ડોલર થશે .જે હાલમાં ઝીરો છે.તેમજ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડ્કટસની નિકાસ પણ બમણી થઈને 17 અબજ ડોલરે પહોંચશે.

સાથે સાથે ઈલેકટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરનુ ટર્નઓવર પણ  2026 સુધીમાં 300 અબજ ડોલર થઈ શકે છે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.