Western Times News

Gujarati News

ભૂખમરાથી ઝઝૂમતા અફઘાનિસ્તાનની મદદે ભારત: 50000 ટન ઘઉં મોકલશે

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાને કબ્જો જમાવ્યા બાદ દેશ આર્થિક સંકટ અને ભૂખમરા સામે ઝઝૂમી રહ્યો છે. આવામાં ભારત અફગાનિસ્તાનની વ્હારે આવ્યુ છે.ભારત માનવીય સહાયના ભાગરુપે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના રસ્તા થકી ઘઉં પહોંચાડવા માટે પાકિસ્તાન સાથે ચર્ચા કરી રહ્યુ હતુ.આખરે આ મુદ્દે બંને્ દેશો વચ્ચે સંમતિ સધાઈ છે.

પાકિસ્તાનના રસ્તે થઈને ભારત અફઘાનિસ્તાનને 50000 ટન ઘઉં અને દવાઓની પહેલી ખેપ પહોંચાડશે.જેની શરુઆત ફેબ્રુઆરીથી થશે.

પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ પોતાના ટ્રકો થકી કાબુલને માનવીય સહાતા પહોંચાડવા માંગતુ હતુ.પાકિસ્તાને  હવે એ વાત પર સંમત થયુ છે કે, અફઘાનિસ્તાનની ટ્રકો દ્વારા ઘઉંને અફઘાનિસ્તાન પહોંચાડાશે.આ માટેના કોન્ટ્રાકટરોની યાદી પાકિસ્તાન સાથે શેર કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.