Western Times News

Gujarati News

કાનપુરમાં રવિવાર મોડી રાત્રે બેકાબૂ ઈ-બસે છ લોકોને ક્ચડ્યા

કાનપુર, કાનપુરમાં ગત રાત્રે ટાટમિલ ચાર રસ્તા પાસે બેકાબૂ ઇલેક્ટ્રિક બસએ ૧૭ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં ૬ લોકોનાં ઘટના સ્થળે મોત થયા છે જ્યારે ડઝનથી વધુ લોકો ઘાયલ છે. જેમાં ત્રણની હાલત નાજૂક છે. ઘાયલમાંથી ૭ લોકોને ટાટમિલ સ્થિત કૃષ્ણા હોસ્પિટલ અને ચારને હૈલત હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

જેમાં ઘણાંની હાલત ગંભીર છે તે લોકોને કચડ્યા બાદ ભાગવાનો પ્રયાસ કરતો હતો તે સમયે ઇ-બસ ટાટમિલ ચાર રસ્તા પાસે ડંપરને અથડાઇ અને આ સમયે બસ ડ્રાઇવર ત્યાંથી ભાગી છુટ્યો.

પ્રાપ્ત માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે આશરે સાડા અગ્યાર વાગ્યે ઇલેક્ટ્રિક બસ તેજ ગતીમાં હતી ત્યારે ઘંટાઘર ચાર રસ્તાથી ટાટમિલ તરફ જઇ રહી હતી પૂલ ઉતરતા જ ચાલકે બસને ઉલ્ટી દિશામાં દોડાવવાની શરૂ કરી દીધી અને જે પણ વચ્ચે આવતા તેમને કચડા આગળ નીકળવા લાગી. આ દૂર્ધટનામાં છ લોકોનાં ઘટના સ્થળે મોત થઇ ગયા છે. અને ત્રણની ઓળખ થઇ ગઇ છે.

આ ઘટનામાં જીવ ગુમાવનારમાં લાટૂશ રોડ નિવાસી, ૨૬ વર્ષીય શુમ સોનકર, ૨૫ વર્ષિય ટિ્‌વંકલ સોનકર અને બેંકનગંજનાં રહેવાસી ૨૪ વર્ષિય અરસલાન શામેલ છે. અન્ય મૃતકોની ઓળકમાં પોલીસ લાગેલી છે. આરએમ ડીવી સિંહનું કહેવું છે કે, ઇ બસ સંખ્યા યૂપી ૭૮જીટી ૩૯૭૦ બસ દ્વારા આ દુર્ધટના થઇ છે. ઈ બસનાં સંચાલન અને મેઇન્ટેનન્સની જવાબદારી ખાનગી એજન્સી પીએમઆઇની છે. જેમની પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.

આ સંપૂર્ણ કેસની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ત્યાં લાગેલાં CCTV કેમેરાનાં ફૂટેજ પણ તપાસી રહી છે. જેનાંથી સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના કેવી રીતે બની.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.