Western Times News

Gujarati News

સ્ટાર હાર્દિક પંડ્યાની લંડનમાં કરાયેલ સફળ સર્જરી

મુંબઇ, ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળ સર્જરી થઇ ગઇ છે. હાર્દિક પંડ્યાને પીઠના નીચલા હિસ્સામાં ઇજા થઇ હતી. જેના કારણે તેને સર્જરી કરાવવા માટેની ફરજ પડી છે. હવે ઓછામાં ઓછા પાંચ મહિના સુધી તે વાપસી કરી શકશે નહીં. હાર્દિકે પોતાનો એક ફોટો શેયર કરીને કેટલીક જરૂરી માહિતી આપી છે. સાથે સાથે એમ પણ કહ્યુ છે કે ટીમ ઇન્ડિયામાં વાપસી ક્યારેય કરશે તે અંગે હાલમાં વાત કરવી મુશ્કેલ છે. ૨૫ વર્ષીય હાર્દિક પડ્યાએ આજે સોશિયલ મિડિયા પર એક ફોટો પોસ્ટ કરીને લખ્યુ છે કે સર્જરી સફળ રીતે થઇ ચુકી છે. તમામ ચાહકોનો તે આભાર માને છે. તેને સાથ આપવા બદલ તે આભારી છે. વાપરસીમાં કેટલો સમય લાગશે તે અંગે વાત કરવી મુશ્કેલ છે.

હોસ્પિટલના બેડ પર રહીને એક ફોટો પોસ્ટ કર્યો છે. માનવામાં આવે છે કે હાર્દિકને વાપસીમાં આશરે પાંચ મહિનાનો સમય તો કમ સે કમ લાગી જશે. હવે તેની ફિટનેસને લઇને પણ પ્રશ્નો રહેશે. હાર્દિક પંડ્યા દક્ષિણ આફ્રિકાની સામે ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં રમ્યો હતો. તે યુએઇમાં એશિયા કપમાં ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઘાયલ થઇ ગયો હતો. એ વખતે તે રિક્વર ઝડપથી થઇ ગયો હતો. જા કે આ વખતે તેની ઇજા વધારે ગંભીર હતી. આખરે લંડનમાં તેની સારવાર કરવામાં આવી છે. સફળ સર્જરી કરવામાં આવ્યા બાદ તેના ચાહકો ખુશ દેખાયા છે. આ આશાસ્પદ ઓલરાઉન્ડર વહેલી તકે ફરી એન્ટ્રી કરે તેવી ઇચ્છા તમામ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.