Western Times News

Gujarati News

પોલીસની કામગીરીને વધુ અસરકારક બનાવવા ૯૪૯ વાહનો ઉમેરાયાં

(એજન્સી) ગાંધીનગર, દેશભરમાં કાયદો-વ્યવસ્થાની બાબતમાં ગુજરાત રાજય પ્રથમ નંબર છે. આ વાતનો જશ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને જાય છે. શાંતી ઝંખતી ગુજરાતની ખમીરવંતી પ્રજા હંમેશા રાજય પોલીસના પડખે રહી છે, તેવું ગાંધીનગર ખાતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સેવાને વધુ સરળ બનાવવા માટે ખરીદી કરેલા ટુ-વ્હીલર બોલેરો ગાડી મળી કુલ ૯૪૯ વાહનોને લીલીઝંડી આપી ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરાવી ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેયું હતું કે, પોલીસ વિભાગ દ્વારા રાજયના ૪ મહાનગરો ખાતે ટીમ કાર્યરત કરવામાં આવી છે. સી ટીમના દ્વારા અનેક વડીલો અને મહિલાઓ માટે માનવતાને ઉજાગર કરતા કાર્યો કરવામાં આવ્યા છે. તેમના આ ઉમદા કાર્યોને વધુ વેગમાન બનાવવા માટે આ ટીમને ૬૮ બોલેરો ગાડી આપવામાં આવી છે. આફત અને કોરોના કાળમાં પોલીસ જવાનોએ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી બજાવે છે.

ગુજરાતમાં શાંતિ-સલામતી માટે કોઈપણ કચાશ ન રાખવા માટે સરકાર કટીબધ્ધ છે. ગુજરાત પોલીસના ઉપયોગ માટેના પેટ્રોલ- કાર, સી- ટીમવાન, પી.સી. આર વાન અને મોટરસાયકલ મળી કુલ ૯૪૯ વાહનોનું આજે ગાંધીનગરના સચીવાલ સંકુલ ખાતે આવેલા હેલીપેડ ખાતેથી ગૃહ ખાતે આવેલા હેલીપેડ ખાતેથી ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ વાહનો વિવિધ જીલ્લામાં ફાળવવામાં આવ્યા છે. હવે, એક જ દિવસમાં રાજયના પોલીસ વિભાગની સેવાને વધુ ઝડપી બનાવવા માટે ૯૪૯ વાહનોનો ઉમેરો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.