Western Times News

Gujarati News

કોરોનાની ત્રીજી લહેરઃ ઓમિક્રોને યુવાનોને વધુ પ્રભાવિત કર્યા

નવીદિલ્હી, કોરોના વાયરસી ત્રીજી લહેરમાં ઓમિક્રૉને યુવા દર્દીઓને વધુ પ્રભાવિત કર્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે કોરોનાની ત્રીજી લહેરમાં બધા લક્ષણો ઓછા હતા. માટે લોકોએ દવાઓનો ઉપયોગ પણ ઓછો કરવો પડ્યો. જાે કે, ઓમિક્રૉનથી યુવા દર્દીઓ વધુ પ્રભાવિત થયા. આ વખતની લહેરમાં પૉઝિટિવ દર્દીઓમાં જટિલતાઓ કે મોતની વધુ સંભાવનાઓ નહોતી.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના પ્રમુખ, ડૉ. બલરામ ભાર્ગવે કહ્યુ, સંપૂર્ણપણે રસીકરણથી મોતના રિપોર્ટ ઘણા ઓછા એટલે કે ૧૦ ટકાથી પણ ઓછા હતા. વળી, મરનારમાં ૯૧ ટકા લોકો કો-મૉર્બિડીટીવાળા હતા. જ્યારે રસી ન લેનારામાં ૨૧ ટકાના મોત થયા છે. વળી, ૮૩ ટકા મૃતકો કૉ-મૉર્બિડિટીવાળા હતા. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે વેક્સીન કોરોનાથી મહત્વપૂર્ણ સુરક્ષા આપે છે.

ડૉ. ભાર્ગવે સમજાવ્યુ કે કોરોનાના વેરિઅંટ પર કરવામાં આવેલ અભ્યાસથી જાણવા મળ્યુ છે કે ઓમિક્રૉનથી વધુ પ્રભાવિત યુવા દર્દી થયા છે. ઓમિક્રૉનથી ૪૪ વર્ષથી ઓછી ઉંમરના લોકો વધુ પ્રભાવિત થયા છે. જાે કે, તેમાં પણ ૬૬ ટકા લોકો કો-મૉર્બિડિટીવાલા હતા.

આ વેરિઅંટમાં ગળામાં ખારાશની ફરિયાદ ૨૯ ટકા હતી જ્યારે પહેલા ૧૬ ટકા રોગી હતા. આરોગ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેર અન્ય એક મહત્વપૂર્ણ ડેટામાં કહેવામાં આવ્યુ કે વર્તમાન ડેટાએ સંકેત આપ્યા છે કે પહેલાના ઉછાળા દરમિયાન જાેવામાં આવેલ પુરાવા વિરુદ્ધ, વર્તમાન સંક્રમણ સાથે, સર્જરી સુરક્ષિત છે અને કોરોના પૉઝિટિવ દર્દીઓમાં જટિલતાઓ કે મોતની ઉચ્ચ સંભાવનાઓ ઓછી છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ, ‘માટે, જે દર્દીઓને સર્જરીની જરુર હોય છે, તેમને વર્તમાનમાં સર્જીકલ હસ્તક્ષેપની ના પાડવાની જરુર નથી.’ તેમણે કહ્યુ કે જાે કે દેશમાં કોવિડ-૧૯ના કેસોમાં ઘટાડો આવ્યો છે પરંતુ હજુ પણ ગુરુવાર સુધી ૧૫,૩૩,૯૨૧ સક્રિય કેસ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.